Viral: બિલાડીને પણ લાગ્યો ફિટનેસનો ચસ્કો, મોર્નિંગ વર્કઆઉટ જોઈ લોકો દંગ

|

Feb 03, 2022 | 7:08 AM

IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ શાનદાર વીડિયો શેર કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે, 'મોર્નિંગ વર્કઆઉટ. પણ કોણ કોની કોપી કરી રહ્યું છે'.

Viral: બિલાડીને પણ લાગ્યો ફિટનેસનો ચસ્કો, મોર્નિંગ વર્કઆઉટ જોઈ લોકો દંગ
Cat doing Morning Workout with a woman

Follow us on

વ્યાયામ (Exercise) શરીરને મજબૂત અને સ્વસ્થ રાખે છે, એ તો તમે જાણતા જ હશો. એટલા માટે લોકો સવારે વહેલા ઉઠે છે અને વર્કઆઉટ પર વધુ ધ્યાન આપે છે. જો કે ઘણા લોકો સવારે વહેલા ઉઠવામાં આળસ કરતા હોય છે, પરંતુ એટલું જાણી લો કે જો તમે સવારે ઉઠીને વર્કઆઉટ કરો છો તો આખો દિવસ સારો પસાર થાય છે. આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે અને તાજગીનો અનુભવ થાય છે. આ સિવાય તેના ઘણા ફાયદા પણ છે. સવારની કસરત ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે અને સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે સોશિયલ મીડિયા પર કસરતના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય બિલાડીને કસરત કરતી જોઈ છે? આજકાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરી રહી છે અને તેની સાથે બિલાડી પણ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. તેનું શાનદાર વર્કઆઉટ જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે ખરેખર એક બિલાડી જ આવું કરી રહી છે. બાદમાં તે એક પગ પર ઉભા રહીને કસરત કરતી જોવા મળે છે. તમે ક્યારેય કોઈ પ્રાણીને આવી કસરત કરતા નહીં જોયા હોય અને તેમાં નાની બિલાડી પણ હોય. આ ખૂબ જ ચોંકાવનારો વીડિયો છે. વીડિયો જોઈને લાગે છે કે બિલાડી તે મહિલાને વર્કઆઉટ કરવાનું શીખવી રહી છે. આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં છે કે કોણ કોને શીખવે છે?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ શાનદાર વીડિયો શેર કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘મોર્નિંગ વર્કઆઉટ. પણ કોણ કોની કોપી કરી રહ્યું છે’. માત્ર 6 સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક લોકોએ આ વીડિયોને શાનદાર ગણાવ્યો છે તો કેટલાકે તેને ગ્રાફિક્સ ગણાવ્યો છે, પરંતુ જે પણ હોય તે વીડિયો ખરેખર શાનદાર છે, જેને જોઈને તમે ચોક્કસથી આ બિલાડીના ફેન બની જશો.

આ પણ વાંચો: Viral: દુલ્હાની ઘોડી પર ચડી શખ્સે એવો તો ડાન્સ કર્યો કે જોનાર બધા હસી હસીને થઈ ગયા લોટપોટ

આ પણ વાંચો: Viral: બિલાડીને પાણી પીવા માટે વ્યક્તિએ કંઈક આ રીતે કરી મદદ, શખ્સની માનવતા જોઈ લોકોએ કર્યા વખાણ

Next Article