AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: દુલ્હાની ઘોડી પર ચડી શખ્સે એવો તો ડાન્સ કર્યો કે જોનાર બધા હસી હસીને થઈ ગયા લોટપોટ

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘોડી પર બેસીને નાગિન ડાન્સ કરી રહ્યો છે. વરરાજા પણ ઘોડા પર સવાર છે.

Viral: દુલ્હાની ઘોડી પર ચડી શખ્સે એવો તો ડાન્સ કર્યો કે જોનાર બધા હસી હસીને થઈ ગયા લોટપોટ
Marriage viral Video (Image: Snap From Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 9:21 AM
Share

ભારતીય લગ્ન (Indian Wedding)માં મિત્રોનું અલગ મહત્વ હોય છે. એક રીતે જોઈએ તો મિત્રો વગરના લગ્ન હંમેશા અધૂરા હોય છે કારણ કે આ લોકો જ છે જે લગ્નમાં ચાર ચાંદ લગાવે છે, પરંતુ ક્યારેક તેઓ મજામાં એવું કંઈક કરી નાખે છે અને જેને જોઈને બધા દંગ રહી જાય છે. આવો જ એક વીડિયો પણ આ દિવસોમાં સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ થોડીવાર માટે દંગ રહી જશો.

લગ્ન, પાર્ટીમાં (Marriage viral Video) લોકો ઘણીવાર નાગિન ડાન્સ (Nagin Dance)કરતા જોવા મળે છે. ઘણા લોકો ડાન્સ કરવામાં એટલા મશગૂલ થઈ જાય છે કે તેઓ ડીજે ફ્લોર પર રોલ કરવા લાગે છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘોડી પર બેસીને નાગિન ડાન્સ કરી રહ્યો છે. વરરાજા પણ ઘોડા પર સવાર છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ અહીં-ત્યાં કલાબાજી કરતો અને નાચતો જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સ કરતી વખતે એક વ્યક્તિ અચાનક વરરાજાની ઘોડી પર કૂદી પડ્યો અને નાગિન ડાન્સ કરવાનું શરૂ કરી દીધું. આશ્ચર્યની વાત એ છે કે તે સમયે ઘોડી પર દુલ્હો પણ હાજર હતો. આ દરમિયાન લોકો વરરાજાના મોંઢામાં નોટ દબાવે છે, ત્યારબાદ તે વ્યક્તિ ખુશીથી નાચવા લાગે છે.

આ ડાન્સ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આના પર કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તેના ડાન્સ પરફોર્મન્સથી તેને આગ લગાવી દીધી છે! અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘એડમીનના લગ્નમાં કોણ ડાન્સ કરશે?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ નાગિન ડાન્સે ફિઝિક્સના નિયમને ખોટો સાબિત કર્યો છે.’

આ સિવાય અન્ય ઘણા યુઝર્સ આના પર ફની કોમેન્ટ કરી રહ્યા છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ ફની વીડિયો memes.bks નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી હજારો વ્યુઝ અને લાઈક્સ મળ્યા છે.

આ પણ વાંચો: NFT: શું છે એનએફટી, શા માટે થઈ રહી છે આટલી ચર્ચા, કેવી રીતે કરે છે કામ, જાણો તમામ વિગત

આ પણ વાંચો: Viral: બિલાડીને પાણી પીવા માટે વ્યક્તિએ કંઈક આ રીતે કરી મદદ, શખ્સની માનવતા જોઈ લોકોએ કર્યા વખાણ

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">