
ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ સ્ટંટ વીડિયો વાયરલ થતા રહે છે. તેનું એક કારણ એ છે કે આજકાલ તેનો ક્રેઝ ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને લોકો ફિલ્મોથી પ્રેરિત થઈને ગમે ત્યાં સ્ટંટ કરવા લાગે છે. પરંતુ એક સારો સ્ટંટ તે વ્યક્તિ જ કરી શકે છે જેણે તેની સારી રીતે પ્રેક્ટિસ કરી હોય. ત્યારે જ આવા સ્ટંટ કરી શકાય જે લોકોને પ્રભાવિત કરે. આવો જ એક સ્ટંટ આજકાલ લોકોમાં ચર્ચામાં છે.
આ પણ વાંચો : Viral Video : હાઈ હીલ્સમાં સ્ટંટ ! યુવતીનો અદ્દભુત સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે માત્ર કાચો રસ્તો જોઈ શકો છો અને આ દરમિયાન સામેથી એક કાર આવી રહી છે. જો તમે વીડિયોને ધ્યાનથી જોશો તો સમજાશે કે કારની ઉપર રાખેલા કાર્ડ પેપર પર એક યુવક ખુશીથી ઉભો છે. આ દરમિયાન જમણી બાજુથી એક કાર તેજ સ્પીડમાં આવે છે અને તે કાર્ડના કાગળ પરથી પસાર થાય છે અને કાર્ડ ઉડીને નીચે પડે છે. તેના પર બેઠેલો યુવક અથડાયા બાદ જમીન પર પડી જાય છે. ખરા અર્થમાં જોવામાં આવે તો આ સ્ટંટ મોતના મુખમાં હાથ નાખવા જેવો છે.
આ વીડિયોને Instagram પર bednie.oligarhi નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રણ લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘સ્ટંટનો આ વીડિયો ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે આ સ્ટંટ કોઈ ફિલ્મ માટે શૂટ કરવામાં આવી રહ્યો છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો