જમવાનો આનંદ માણી રહ્યા હતા લોકો, આખલાએ આવી કરી નાખ્યુ ખેદાન મેદાન, જુઓ Viral Video

ઘણી વખત આખલા વચ્ચેની લડાઈમાં આસપાસમાં આવતી તમામ વસ્તુ તેમજ દુકાનોનું કચ્ચરઘાણ કાઢી નાખે છે ત્યારે ઘણી વખત રસ્તા પર ચલાતા લોકોનો જીવ પણ જાય છે. ત્યારે આ વીડિયોમાં પણ આખલાનો આતંક જોવા મળી રહ્યો છે.

જમવાનો આનંદ માણી રહ્યા હતા લોકો, આખલાએ આવી કરી નાખ્યુ ખેદાન મેદાન, જુઓ Viral Video
Bull Viral Video
| Edited By: | Updated on: Mar 26, 2023 | 7:45 PM

તમે સોશિયલ મીડિયા પર આખલાના આતંકના ઘણા વીડિયો જોયા હશે. જેમાં ઘણી વખત આખલા વચ્ચેની લડાઈમાં આસપાસમાં આવતી તમામ વસ્તુ તેમજ દુકાનોનું કચ્ચરઘાણ કાઢી નાખે છે ત્યારે ઘણી વખત રસ્તા પર ચલાતા લોકોનો જીવ પણ જાય છે. આવું જ કંઈક આ વીડિયોમાં પણ જોઈ શકાય છે. જરા વિચારો અને જુઓ કે જો તમારી સાથે આવું થાય તો તમે શું કરશો અથવા તમારી શું હાલત થશે. આ વીડિયોમાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Gujarati Video: ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું કાર્યકરોને આહ્વાન

આ વીડિયોમાં કેટલાક લોકો બે ટેબલ પર આરામથી ભોજનનો આનંદ માણી રહ્યાં છે. ત્યારે અચાનક એક આખલો ત્યાં પ્રવેશે છે, જેવો આખલો ત્યાં આવે છે, તે પહેલા એક ટેબલ પર બેઠેલા બે લોકોને ગબડાવે છે, ત્યાં સુધી અન્ય ટેબલના લોકો આરામથી જોઈ રહ્યા છે. પછી તક ગુમાવ્યા વિના, આખલો બીજા ટેબલને પોતાની ચપેટમાં લઈ લે છે અને બધાને ઉપર ઉઠાવી લે છે અને વેરવિખેર કરી નાખે છે. લોકો આ વીડિયો જોઈ ચોંકી ગયા છે. આ વીડિયો જુઓ.

ગુસ્સે ભરાયેલા આખલાનો વીડિયો વાયરલ

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝર્સે લખ્યું છે કે ભગવાન કોઈની સાથે આવું ન થવા દે. અન્ય એક યુઝરે લખ્યું કે દરેકનો ભગવાન છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ‘bilal.ahm4d’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે ત્યારે પ્રાણીઓને લગતા ઘણા વીડિયો અહીં જોવા મળતા હોય છે જેમાં આખલાના વીડિયો પણ ખુબ વાયરલ થાય છે ત્યારે ઘણા વીડિયો ખુબ ફની હોય છે ત્યારે ઘણા વીડિયો ચોંકાવનારા હોય છે.

વીડિયોમાં તમે આખલાનો આતંક જોઈ શકો છો જેમાં લોકો શાંતિથી જમવાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે આખલાએ આવી ઘણા લોકોને અડફેટે લીધા હતા. જોકે વીડિયો જોતા એવુ લાગી રહ્યા છે કે ત્યા હાજર લોકોને ઈજા થઈ હશે.