નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે મંગળવારે સતત ચોથી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ દરમિયાન કરદાતાઓ ટીવી ચેનલોની સ્ક્રીન પર મીટ માંડીને બેઠા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે એનડીએ સરકાર ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને તેમને રાહત આપશે. પણ એવું કંઈ થયું નહી. સામાન્ય બજેટમાં આવકવેરા સ્લેબ (Income Tax Slabs)માં સરકાર દ્વારા કોઈ રાહત આપવામાં આવી નથી. ઈન્કમ ટેક્સ સ્લેબ યથાવત છે. ટ્વિટર પર આ સમાચાર આવતાની સાથે જ incometax અને Budget2022 હેશટેગ્સથી રિએક્શનોનું પૂર આવી ગયું છે. લોકો ફની મીમ્સ દ્વારા incometax હેશટેગ સતત ટ્રેન્ડ કરી રહ્યાં છે.
ઈન્કમ ટેક્સમાં કોઈ રાહત ન હોવા પર લોકો ટ્વિટર પર ફની મીમ્સ દ્વારા તેમના દિલની વાત વ્યક્ત કરી રહ્યા છે. બજેટ સત્ર 2022 ની વચ્ચે, એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘ભાઈ… તે શરૂ થતાંની સાથે જ સમાપ્ત થઈ ગયું.’ તેમનો અભિપ્રાય આપતા. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે વર્ચ્યુઅલ કરન્સીથી થતી આવક પર 30% ટેક્સ લગાવ્યો છે. તેના પર પણ ટ્વિટર યુઝર્સ ઉગ્રતાથી પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તો ચાલો લોકોએ શેર કરેલ મીમ્સ પર એક નજર કરીએ.
Middle Class to FM:#BudgetSession2022 #BudgetSession #Budget #incometax pic.twitter.com/5GnnyMCIgQ
— CA Akhil Pachori (@akhilpachori) February 1, 2022
Direct tax proposals in today’s budget #Budget #Budget2022 #NirmalaSitharaman #UnionBudget2022 #NirmalaSitharaman #BudgetSession2022 #incometax pic.twitter.com/vlsBDRbY40
— Ameya Sharma (@SharmaAmeya) February 1, 2022
No #IncomeTax Slab relief 😭 👇 pic.twitter.com/msUmctzqFN
— Newton Bank Kumar (@idesibanda) February 1, 2022
#incometax After 30 percent tax on crypto currency news pic.twitter.com/24LH4eFzT7
— Sourav 007007 (@007007Sourav) February 1, 2022
#BudgetSession #NirmalaSitharaman announced
▶️1% TDS for #cryptocurrency investment
▶️30% #incometax on #Crypto trade
▶️Crypto investment will be taxable even in case of loss#cryptocommunity be like:- pic.twitter.com/zF01XjAWqe— Devyani Kohli (@DevyaniKohli1) February 1, 2022
બજેટ અંગે નિરાશા વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, મોંઘવારીથી પીસાઈ રહેલા સામાન્ય લોકો માટે આ બજેટ શૂન્ય છે. સરકાર મોટા શબ્દોમાં ખોવાઈ ગઈ છે, જેનો કોઈ અર્થ નથી. ત્યારે બજેટના વખાણ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ બજેટ એક દૂરંદેશી બજેટ છે, જે ભારતની અર્થવ્યવસ્થાના માપદંડમાં પરિવર્તન લાવનાર સાબિત થશે. આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવશે અને આઝાદીના 100મા વર્ષમાં નવા ભારતનો પાયો નાખશે.
આ પણ વાંચો: Agriculture Budget: સરકાર ખેડૂતોને ડિજિટલ સેવાઓ આપવા પર ભાર મૂકશે, જાણો કૃષિ ક્ષેત્રને કેવી રીતે થશે ફાયદો
આ પણ વાંચો: Corporate Tax 2022 : કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 18 ટકાથી 15 ટકા કરવામાં આવ્યો