Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ આ દિવસોમાં લગ્ન સંબધિત ઘણા વીડિયો ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યા છે. કેટલાક એવા વીડિયો સામે આવી રહ્યા છે, જેને સોશિયલ મીડિયા(Social Media) યુઝર્સ વારંવાર જોવાનું પસંદ કરે છે. લગ્નમાં તમે મિત્રોને મજાક કરતા જોયા હશે,પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મિત્રએ એવી મજાક કરી કે વરરાજાએ ના પાડવી પડી. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હા-દુલ્હન(Bride-Groom) સ્ટેજ પર બેઠા છે અને અચાનક તેનો મિત્ર વરરાજાને જોઈને ઈશારા કરી રહ્યો છે, જે બાદ વરરાજા હસી પડ્યા અને તેને ઈશારામાં ના પાડી. તમને જણાવી દઈએ કે,આ મિત્ર વરરાજા તરફ ઈશારો કરીને લગ્ન પહેલા ભાગી જવા કહી રહ્યો છે, ત્યારબાદ વરરાજાએ તેમ કરવાની ના પાડી દીધી હતી.આ રમુજી વીડિયો યુઝર્સને(Users) ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી
આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયોને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર Only_bhagva પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ અને હજારો કોમેન્ટ(Funny Comments) મળી ચૂકી છે.
યુઝર્સ આ રમુજી વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે,જેમાં એક યુઝરે લખ્યુ કે, મિત્રની સલાહ પ્રમાણે વરરાજાએ લગ્નમાંથી ભાગી જવુ જોઈએ, આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : વકીલના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં થયું વાયરલ, મેરેજ એક્ટ-બંધારણની કલમ સાથે છાપ્યુ કાર્ડ
આ પણ વાંચો : દિલ્હી મેટ્રો વિશ્વનું ચોથું સૌથી મોટું ડ્રાઇવર વિનાનું નેટવર્ક બનશે, ડ્રાઈવરલેસ મેટ્રોથી જાણો કયા 7 મોટા ફાયદા થશે
Published On - 7:42 am, Sat, 27 November 21