Funny Video : લગ્નમાં દુલ્હને મહેમાનોની સામે વરરાજાની ઉડાવી મજાક, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે

હાલ લગ્નનો એક રમુજી વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે,જેમાં દુલ્હન જે રીતે દુલ્હાને પરેશાન કરે છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Funny Video : લગ્નમાં દુલ્હને મહેમાનોની સામે વરરાજાની ઉડાવી મજાક, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે
Bride tease groom during wedding ritual
| Edited By: | Updated on: Jan 22, 2022 | 8:05 AM

Funny Video : ભારતીય લગ્નોમાં ઘણી મહત્વપૂર્ણ વિધિઓ (Wedding Ritual) કરવામાં આવે છે, જયમાળા તેમાંથી એક છે. આ અવસરે બંને પક્ષો વચ્ચે હાસ્ય અને હાસ્યના ઘણા રસપ્રદ કિસ્સાઓ બને છે. ક્યારેક વરરાજા મોઢું ફુલાવીને બેસે છે, તો ક્યારેક દુલ્હન ગુસ્સામાં જોવા મળે છે. ક્યારેક આ પ્રસંગે વર-કન્યાના (Bride- Groom) મિત્રો કંઈક એવું કરે છે જે જોઈને મહેમાનો પણ હસવા લાગે છે.તાજેતરમાં આવો જ એક લગ્નનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લગ્નનો મજેદાર વીડિયો થયો વાયરલ

લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો ક્યારેક ડાન્સ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે. તાજેતરમાં આવો જ એક લગ્નનો મજેદાર વીડિયો સામે આવ્યો છે.જેમાં લગ્નની વિધિ દરમિયાન દુલ્હન કંઈક એવુ કરે છે, જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એકબીજાને હાર પહેરાવવા માટે દુલ્હા અને દુલ્હન એકબીજાની સામે ઉભા છે. પરંતુ વીડિયોનો સૌથી રસપ્રદ ભાગ ત્યારે આવે છે જ્યારે વરરાજા દુલ્હનને માળા પહેરાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન, દુલ્હન તેને પરેશાન કરતી જોવા મળે છે. જેવા વરરાજા હાર પહેરાવવા માટે આગળ વધે છે કે, તરત જ પાછળ ઝુકી જાય છે. આ જોઈને મહેમાનો પણ હસવા લાગે છે, આ મજેદાર વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી parul gerg makeup નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, દુલ્હન ઓવર એક્ટિંગ કરી રહી છે.જ્યારે અન્ય કેટલાક યુઝરે લખ્યુ કે, દુલ્હેરાજા બરાબરના ફસાયા…આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny COmments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : લોકડાઉન લગાવવા આ ટેણિયાઓની અપીલ, ભણવાને લઈને એવો જવાબ આપ્યો કે વીડિયો થયો વાયરલ