
Bride Groom Dance : લગ્નની સિઝન નજીક આવતા જ સોશિયલ મીડિયા પર એક અલગ જ મજાનો માહોલ જોવા મળી રહ્યો છે. લગ્નને લગતા વીડિયો આવવા લાગ્યા છે. ક્યારેક ડાન્સ સંબંધિત વીડિયો તો ક્યારેક તેનાથી સંબંધિત ફની વીડિયો જોવા મળે છે. ઘણીવાર લગ્નોમાં ફની ડાન્સ પણ જોવા મળે છે. તમે સાપ અને મરઘી ડાન્સની ઝલક ઘણી વખત જોઈ હશે. આજકાલ વર-કન્યાના ડાન્સ વીડિયો પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આવો જ એક ડાન્સ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં દુલ્હા અને દુલ્હન ભોજપુરી ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : Dance Viral Video : પૌત્રના લગ્નમાં દાદા થયા હરખઘેલા, કર્યો જબરદસ્ત ડાન્સ, લોકોએ કહ્યું- આ છે ‘સુપરથી પણ ઉપર’
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વર-કન્યા ઉત્સાહથી ડોલતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં એક ભોજપુરી ગીત વાગી રહ્યું છે અને ગીત શરૂ થતાંની સાથે જ તેમની કમર મટકાવાનું પણ શરૂ થઈ જાય છે. તેમનો ડાન્સ જોઈને એવું લાગે છે કે જાણે તેઓ એકબીજા માટે જ બનેલા છે. કહેવાય છે કે પાર્ટનર એવો હોવો જોઈએ કે તે તમારા દરેક કામમાં તમને સાથ આપે અને આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. કન્યા તેના શાનદાર ડાન્સથી વરને સપોર્ટ કરતી જોવા મળે છે અને વર પણ એવા મસ્ત રીતે ડાન્સ કરે છે જાણે તેને દુનિયાની સૌથી મોટી ખુશી મળી હોય.
આ ફની ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ayurvedicburnol2 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.4 મિલિયન એટલે કે 14 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 73 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
વીડિયો જોયા પછી લોકોએ વિવિધ ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહે છે કે, ’36માંથી 36 ગુણો મળી રહ્યા છે’, તો કેટલાક કહે છે કે ‘સંબંધીઓ શોકમાં આવી ગયા હોય તેમ ઉદાસ થઈને ઊભા છે’. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘શાદી મેં કૂલ બનને લિયે ડાન્સ કિયા થા, ફૂલ (મૂર્ખ) બન ગયા’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘લાગે છે કે ક્રશ મળી ગઈ’.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…