Viral: સહેલીઓનો દુલ્હન સાથે મજાકનો પ્લાન થયો ફ્લોપ, યુઝર્સે કહ્યું ‘ દુશ્મન ન કરે દોસ્તને વો કામ કીયા’

એક દુલ્હન (Bride Video)ને તેની કેટલીક સહેલીઓ સ્વિમિંગ પૂલમાં ફેંકતી જોવા મળે છે. જો કે આ દરમિયાન જે પણ થાય છે તે જોઈને તમે ચોક્કસ હસવા લાગશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Viral: સહેલીઓનો દુલ્હન સાથે મજાકનો પ્લાન થયો ફ્લોપ, યુઝર્સે કહ્યું  દુશ્મન ન કરે દોસ્તને વો કામ કીયા
Bride funny video Viral (Image: Instagram video screengrab)
| Edited By: | Updated on: Feb 03, 2022 | 5:07 PM

સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. તેમાંથી કેટલાક ચોંકાવનારા હોય છે તો કેટલાક એટલા ફની હોય છે કે જેને જોયા પછી તમે તમારા હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. સાથે જ કેટલાક વીડિયોમાં મિત્રો અને મિત્રોની મસ્તી પણ જોવા મળે છે. હાલમાં આવા જ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video)થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે એક દુલ્હન (Bride Video)ને તેની કેટલીક સહેલીઓ સ્વિમિંગ પૂલમાં ફેંકતી જોવા મળે છે. જો કે આ દરમિયાન જે પણ થાય છે તે જોઈને તમે ચોક્કસ હસવા લાગશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન અને તેની સહેલીઓ સ્વિમિંગ પૂલ પાસે ઉભી છે. તેમની પાછળ કેટલાક પુરુષો પણ જોવા મળે છે. આ દરમિયાન દુલ્હનને તેની સહેલીઓ હાથ-પગ વડે ઉપાડે છે અને સ્વિમિંગ પુલમાં ફેંકી દે છે. લગ્નની વચ્ચે કઈ વિધિ ચાલી રહી છે એ તો ખબર નથી પણ બીજી જ ક્ષણે જે કંઈ થશે એ જોઈને તમે હસવું રોકી નહીં શકો. જેવી દુલ્હનની સહેલીઓ તેને સ્વિમિંગ પુલમાં ફેંકે છે, તેમાંથી એકનું સંતુલન બગડે છે અને દુલ્હન સહિત તમામ સ્વિમિંગ પૂલમાં પડી જાય છે.

આ ખૂબ જ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘આ ખૂબ જ ફની છે.’ 30 જાન્યુઆરીએ શેર કરવામાં આવેલો આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી છે. મોટાભાગના યુઝર્સે ઈમોટિકોન્સ દ્વારા આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

એક યુઝરે લખ્યું છે કે, ‘જ્યારે કોઈના મિત્રો આવા હોય તો દુશ્મનની શું જરૂર છે.’ આ સાથે યુઝરે સ્માઈલી પણ મૂકી છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘એવું લાગે છે કે પ્લાનિંગ યોગ્ય રીતે થયું ન હતું.’ આ સિવાય અન્ય ઘણા લોકોએ કમેન્ટ્સ કરી છે. વપરાશકર્તાઓએ તેમના મિત્રોને કમેન્ટ્સ વિભાગમાં ટેગ કરીને આ વીડિયો જોવા માટે આમંત્રિત કર્યા છે.

આ પણ વાંચો: Cotton Prices: વધતા-ઘટતા ભાવમાં ખેડૂતોએ કપાસનો સ્ટોક કરવો કે વેચવો ? જાણો શું છે કૃષિ નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચો: નવી યોજનાઓની જાહેરાતથી દેશની જનતાને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી