Breaking News : થુંકીને રસોઈ બનાવતો હતો કુક, પરિવાર બીમાર પડતા ભાંડો ફુટ્યો જુઓ CCTV

યુટ્યુબર લક્ષ્મણ અર્જુન રાવત અને નીતુ બિષ્ટે પોતાના બ્લોગમાં એક ખુલાસો કર્યો છે. કે, તેના ઘરે કુક છેલ્લા કેટલાક મહિનાથી અશ્લીલ કૃત્યો કરી રહ્યા હતા, જે સીસીટીવીમાં કેદ થયા હતા.

Breaking News : થુંકીને રસોઈ બનાવતો હતો કુક, પરિવાર બીમાર પડતા ભાંડો ફુટ્યો જુઓ CCTV
| Updated on: May 01, 2026 | 3:03 PM

આજકાલ સોશિયલ મીડિયા પર દરરોજ એવા કિસ્સા સામે આવે છે. જે લોકોને ચોંકાવી દે છે અને વિચારવા પર મજબુર કરી દે છે. ખાસ કરીને વાત જ્યારે ઘર અને રસોઈની હોય તો આ મામલો વધારે ગંભીર બની જાય છે. આવી એક ઘટનાએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. જેને સાંભળી લોકો પોતાના ઘરોને લઈ સતર્ક થયા છે. ફેમસ યુટ્યુબર લક્ષ્મણ અર્જુન રાવત અને તેની પત્ની બિષ્ટે પોતાના બ્લોગમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમણે કહ્યું કે, તેના ઘરમાં કામ કરનાર કુક છેલ્લા 5 મહિનાથી ગંદી હરકતો કરી રહ્યો હતો. જેની અસર તેના પરિવારના સ્વાસ્થ પર પડી રહી હતી,

બ્લોગમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

નીતુ બિષ્ટે જણાવ્યું કે, તેનો કુક રસોઈ બનાવતી વખતે સીંકમાં થુંકતો હતો. જ્યાં વાસણ સાફ થતા હતા. આટલું જ નહી તેની થુંક આજુ બાજુ રહેલા વાસણોમાં ઉડી હતી.લાંબા સમય સુધી કોઈને આ બધા વિશે ખબર પડી નહીં અને પરિવાર અજાણતાં એ જ ખોરાક ખાતો રહ્યો.પરિવારની જ્યારે વારંવાર તબિયત બગડવા લાગી તો કાંઈ થયું હોવાની શંકા ગઈ હતી. શરુઆતમાં માત્ર આ શક હતો પરંતુ બાદમાં રસોડામાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. કેમેરામાં જે રેકોર્ડ થયું તે જોય બધા ચોંકી ગયા હતા. જેમાં કુકની હરકત જોવા મળી રહી છે.

 

 

પરિવારની તબિયત બગડી

આ ઘટનાની સૌથી વધારે અસર નીતુ બિષ્ટના સ્વાસ્થ પર પડી હતી. તેને સતત પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ રહી હતી. ત્યારબાદ પરિવારે કારણની ઊંડાણપૂર્વક તપાસ કરી. સીસીટીવી ફૂટેજ જોયા પછી, બીમારીનું કારણ સ્પષ્ટ થયું.

ઘર બદલવાનો નિર્ણય

આ ઘટના બાદ પરિવાર ખુબ ડરી ગયો હતો. તેણે થોડા સમય માટે ઘર બદલવાનું નક્કી કર્યું. તે કહે છે કે જ્યાં સુધી તે સંપૂર્ણપણે શાંત ન થાય ત્યાં સુધી તે તેના જૂના ઘરમાં પાછો નહીં ફરે. તેણે તેના ચાહકોને સાવધ રહેવાની પણ સલાહ આપી. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, જેના કારણે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી હતી. ઘણા યુઝર્સે કહ્યું કે ઘરકામ કરનારા કામદારો પર નિયમિત નજર રાખવી મહત્વપૂર્ણ છે.

કોણ છે લખન અર્જુન અને નીતુ

લખન અર્જુન રાવત અને નીતુ બિષ્ટ લોકપ્રિય ભારતીય સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર, વ્લોગર્સ અને યુટ્યુબર્સ છે, જેમને #LakhNeet તરીકે ઓળખવામાં આવે છે. આ કપલ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેમના દરરોજના વ્લોગ્સ અને લાઈફસ્ટાઈલના વિડિઓઝ માટે જાણીતું છે.

વાયરલ વીડિયો એ એક એવી ક્લિપ છે જે ઓનલાઈન શેરિંગ દ્વારા ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ જાય છે , વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us