
આજના સમયમાં બાળકોનો અભ્યાસ માટે સ્માર્ટ ક્લાસ, ડિજિટલ બોર્ડ અને મોંઘા ગેજેટ્સનો ઉપયોગ ખુબ વધી રહ્યો છે. પરંતુ કેરળની 85 વર્ષની એક દાદીમાએ દેખાડી દીધું કે, બાળકોને શીખવવા માટે મોંઘા સામાનથી વધારે જરુરી પ્રેમ ,ધૈર્ય અને એક સારી ટેકનીક છે. તેના અભ્યાસ કરાવવાનો અંદાજ હાલમાં સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહ્યો છે.
આ દાદીમાને લોકો પ્રેમથી આશાટ્ટી અમ્મુમા કે ઈન્દિરા અમ્મા કહે છે. તે કેરળના આલપ્પુઝા જિલ્લામાં રહે છે. છેલ્લા 10 વર્ષથી નાના બાળકોને અભ્યાસ કરાવી રહી છે. તેની ખાસ વાત એ છે કે, તે બાળકને શીખવવા માટે ન તો પેનનો સહારો લે છે અને ન તો બ્લેકબોર્ડની જરુર પડે છે. તેની પાસે નાનકડી લાકડી અને થોડી રેતી હોય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઈન્દિરા અમ્મા પારંપારિક સફેદ સાજી પહેરી ઘરમાં બાળકોની સાથે બેસેલી જોવા મળી રહી છે. તેની સામે ચટાઈ પર નાના બાળકો તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે. વીડિયોમાં અમ્મા એક ડોલ રેતી લઈને આવે છે. તેને બાળકોની સામે રાખી દે છે. ત્યારબાદ નાની લાકડીની મદદથી રેતી પર અક્ષરો લખે છે. જેને બાળકો સરળતાથી સમજી શકે. પછી બાળકોને અંગ્રેજી અને મલયાલમના અક્ષરો લખીને સમજાવી રહી છે.
બાળકો અમ્માને ધ્યાનથી જુએ છે અને પછી તે જ અક્ષરોને રેતીમાં આંગળીઓથી લખવાનો પ્રયાસ કરે છે. જો કોઈ અક્ષર ખોટો લખાયેલો હોય, તો તેને ભૂંસી શકાય છે અને ફરીથી લખી શકાય છે. કાગળ બગડવાનો કોઈ ડર નથી, અને ભૂલ કરવામાં કોઈ ખચકાટ નથી. આ શીખવાની પદ્ધતિ બાળકો માટે અભ્યાસને સરળ અને મનોરંજક બનાવે છે.
આ સુંદર વિડિઓ ઇન્સ્ટાગ્રામ પર @mom_of_safaachiii નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વિડિયો સામે આવ્યા પછી, લોકો ઇન્દિરા અમ્માની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે બાળકોને ભણાવવા માટે હંમેશા મોંઘા સાધનોની જરૂર હોતી નથી. જો શિક્ષક પાસે યોગ્ય માનસિકતા અને બાળકોને શીખવવાનો જુસ્સો હોય, તો સરળ વસ્તુઓ પણ અજાયબીઓ કરી શકે છે. દરમિયાન, કેટલાક લોકોઓ અમ્માની સાદગી, તેમના સ્મિત અને બાળકો પ્રત્યેના તેમના પ્રેમથી પ્રભાવિત થયા છે.