
હાલમાં સોશિયલ મીડિયા થી લઈને રસ્તાઓ સુધી એક જ ચર્ચા ચાલી રહી છે. ‘Boycott Lenskart’ આરોપો છે કે કંપનીએ તિલક, સિંદૂર અને કલાવા જેવા હિંદુ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ મૂક્યો છે. આ વાત ઝડપથી વાયરલ થતા જ દેશભરમાં અનેક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ‘Boycott Lenskart’ અભિયાન તેજ બન્યું છે.
તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ પોતાની Audi કારમાં આવીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવે છે. આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિ પહેલા લેન્સકાર્ટના મોંઘા ચશ્માને પોતાના હાથથી તોડી નાખે છે. તે પછી માત્ર એટલું જ નહીં, પરંતુ સીધો લેન્સકાર્ટના શોરૂમ અથવા ઓફિસ સુધી પહોંચે છે અને તૂટેલા ચશ્માને ત્યાં જ કચરાપેટીમાં ફેંકી દે છે. આ પગલાને તે પોતાના વિરોધનું પ્રતિક ગણાવે છે.
વિરોધનો અંત અહીં નથી થતો. વીડિયોમાં તે પોતાના સ્માર્ટફોનમાંથી Lenskart App ને અનઇન્સ્ટોલ પણ કરે છે અને સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે તે આ કંપની સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. આ વીડિયો સાથે “જે કંપનીને આપણા તિલક અને સંસ્કારોથી તકલીફ હોય, તેને આપણે એક રૂપિયો પણ કેમ આપવો?” જેવા કેપ્શન પણ શેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક લોકો આ વિરોધને યોગ્ય ગણાવે છે, જ્યારે કેટલાકનું માનવું છે કે આ પ્રકારનો આક્રમક વિરોધ યોગ્ય નથી. તેમ છતાં, આ ઘટના એ વાતને સ્પષ્ટ કરે છે કે ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર લોકો કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે.
હવે સવાલ એ છે કે શું આ પ્રકારનો વિરોધ યોગ્ય ગણાય? આ વિષય પર તમારી શું મત છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને આવા જ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
Breaking News : મુસ્લિમ રેસ્ટોરન્ટના મુસ્લિમ માલિકે ફરી કર્યો હિન્દુઓ પર હુમલો
Published On - 5:55 pm, Mon, 20 April 26