Funny Video : ઊંટનો ચાળો કરવો આ યુવકને ભારે પડ્યો, ગુસ્સે થયેલા ઊંટે યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો

સુશાંત નંદાએ આ ફની વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ કે, કર્મ. તમને જણાવી દઈએ કે આ વીડિયો યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Funny Video : ઊંટનો ચાળો કરવો આ યુવકને ભારે પડ્યો, ગુસ્સે થયેલા ઊંટે યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો
funny video goes viral
| Edited By: | Updated on: Jan 14, 2022 | 12:06 PM

Funny Video : તમે બધાએ એક કહેવત તો સાંભળી જ હશે કે ‘જેવુ કર્મ કરો એવુ જ ફળ મળે’. દરેક વ્યક્તિને વહેલુ અથવા મોડુ પોતાના કર્મનુ ફળ મળે જ છે.ઘણીવાર કેટલાક લોકોને તેના ખરાબ કર્મોનું(Karma)  પરિણામ ભોગવવું પડે છે. જોકે કેટલીકવાર લોકોને તેમના ખરાબ કર્મનું ફળ તરત જ મળી જાય છે. તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવાનને તરત જ તેના ખરાબ કર્મનુ ફળ મળે છે. આ રમુજી વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

ગુસ્સે થયેલા ઉંટે યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવું જ એક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તો દેખાઈ રહ્યો છે, ઘણા લોકો પોતાના કામમાં વ્યસ્ત જોવા મળે છે, આ દરમિયાન રસ્તા પર એક ઊંટ પસાર થઈ રહ્યુ છે. આ ઉંટને જોઈને એક યુવાનને મસ્તી સુઝે છે. તે ઊંટને પરેશાન કરતો જોવા મળે છે,પરંતુ બીજી જ ક્ષણે જ ઊંટને (Camel) ગુસ્સો આવે છે અને આ યુવાનને મારતો જોવા મળે છે. આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

રમુજી વીડિયો

રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી Susanta Nanda IFS નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, Karma..આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે,હવે યુવાન કોઈની મસ્તી કરતા પહેલા સો વખત વિચાર કરશે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, ઊંટે યુવાનને બરોબરનો પાઠ ભણાવ્યો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો  : Video : ચાલાક ચોરના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આંખના પલકારામાં મોબાઈલ ઝૂંટવી ગઠિયો થયો ફરાર

આ પણ વાંચો  : ના હોય ! જંગલમાં આ યુવતી છ સિંહણ સાથે કરી રહી છે મસ્તી, અનોખી દોસ્તીનો વીડિયો થયો વાયરલ