Video : યુવકને રસ્તા વચ્ચે સ્ટંટ કરવા પડ્યા ભારે ! સ્ટંટ કરવાના ચક્કરમાં થયા હાલ-બેહાલ

|

Nov 19, 2021 | 12:39 PM

વીડિયોમાં એક યુવક સ્કૂટી પર ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ, બીજી જ ક્ષણે તેની સાથે કંઈક એવું થયું જે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : યુવકને રસ્તા વચ્ચે સ્ટંટ કરવા પડ્યા ભારે ! સ્ટંટ કરવાના ચક્કરમાં થયા હાલ-બેહાલ
Stunt Video goes viral

Follow us on

Funny Video : આજકાલ લોકો ફેમસ થવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. કેટલીકવાર લોકો તેમના જીવનને પણ જોખમમાં મુકતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક બાઇક પર ખતરનાક સ્ટંટ(Stunt)  કરી રહ્યો છે. પરંતુ, બીજી જ ક્ષણે તેની સાથે કંઈક એવું બન્યું જે જોઈને તમે પણ ચોંકી જશો.

કહેવાય છે કે લોકોને આ જીવન બહુ મુશ્કેલીથી મળ્યું છે. પરંતુ, ઘણા લોકો તેની પરવા કરતા નથી અને પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે એક યુવાન તેની જિંદગી (Life) સાથે રમત રમી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ‘Cosas de la Vida’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યારસુધીમાં દસ હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જુઓ વીડિયો

સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક આવુ થયુ…….

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન સ્કૂટી (Scooty) પર સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે, જેના માટે તે પહેલા સ્કૂટીનો આગળનો ભાગ ઊંચકવાનો પ્રયાસ કરે છે અને તરત જ બ્રેક લગાવીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પરિણામ એ આવ્યું કે તે કૂદીને નીચે પડી ગયો. જોકે, સદ્દનસીબે તે સાઈડથી આવતા વાહનની અડફેટે ન ચડતા તેનો જીવ બચી ગયો.આ સ્ટંટ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આને જુસ્સામાં હોશ ગુમાવવુ કહેવાય’. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ મોતને આમંત્રણ આપવા જેવું છે’. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral: લગ્નમાં દુલ્હનનો અનોખો અંદાજ ! વરરાજાને જોઈને બુમો પાડતી દુલ્હનનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: ચર્ચામાં છે આ 10 વર્ષનો બાળક, વાયરલ વીડિયો જોઇને લોકો બોલ્યા આ છોકરો ખૂબ આગળ વધશે

Next Article