
આજના સમયમાં આપણા ઘરના આરામથી થોડી મિનિટોમાં કરિયાણા, શાકભાજી અને અન્ય દૈનિક જરૂરી વસ્તુઓનો ઓર્ડર આપવો એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. આપણા મોબાઇલ ફોન પર એક બટન દબાવવાની સાથે ઓર્ડર આપવામાં આવે છે અને થોડાં જ સમયમાં ડિલિવરી પાર્ટનર, પરસેવાથી રેબઝેબ થઈને આપણા ઘરઆંગણે પહોંચી જાય છે. તડકો હોય, વરસાદ હોય કે ટ્રાફિક જામ હોય આપણે ઘણીવાર આ રાઇડર્સ દ્વારા કરવામાં આવતી મહેનત જોતા નથી. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આટલી ઝડપી અને અનુકૂળ ડિલિવરીના બદલામાં તેમને ખરેખર શું મળે છે?
તાજેતરમાં બ્લિંકિટ ડિલિવરી પાર્ટનરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના કારણે આ પ્રશ્ન ફરીથી ચર્ચામાં આવ્યો હતો. @thapliyaljivlogs હેન્ડલ હેઠળ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ આ ડિલિવરી એજન્ટે તેની દૈનિક કમાણી શેર કરી હતી. તે ઉત્તરાખંડનો છે અને લાંબા સમયથી ડિલિવરી એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે. વીડિયોમાં તેણે સ્પષ્ટપણે સમજાવ્યું કે આખા દિવસની સખત મહેનત પછી તેને કેટલા પૈસા મળ્યા.
રાઇડરના જણાવ્યા મુજબ, તેણે તે દિવસે કુલ 28 ઓર્ડર ડિલિવર કર્યા, 14 કલાકથી વધુ સમય સુધી સતત કામ કર્યું. આટલા સમય અને સખત મહેનત પછી, જ્યારે તેણે એપ પર તેની કમાણી તપાસી, ત્યારે કુલ કમાણી ફક્ત ₹762 હતી, જેમાં ઈન્સેટિવનો સમાવેશ થાય છે. વીડિયોમાં તેણે એક ઓર્ડરનો સ્ક્રીનશોટ પણ બતાવ્યો. જેમાં તેને એક ડિલિવરી માટે ફક્ત ₹15.83 મળ્યા હતા. બોલતી વખતે તેનો અવાજ સ્પષ્ટપણે નિરાશાથી ભરેલો હતો. તેણે કહ્યું કે બ્લિંકિટ ખૂબ જ ઓછું ચૂકવે છે, અને તેની મહેનતની તુલનામાં આ રકમ અત્યંત નિરાશાજનક હતી.
આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ છવાઈ ગઈ. ઘણા યુઝર્સ ગુસ્સે ભરાયા અને ગિગ ઇકોનોમીના સમગ્ર મોડેલ પર સવાલ ઉઠાવવા લાગ્યા. જોકે, વાર્તા ત્યાં જ સમાપ્ત થતી નથી. વીડિયો વાયરલ થયા પછી તે જ રાઇડરે પરિસ્થિતિનો સંપૂર્ણ ચિત્ર આપવા માટે બીજો એક વીડિયો શેર કર્યો. આ બીજા વીડિયોમાં તેમણે સ્પષ્ટતા કરી કે દરરોજ કમાણી એકસરખી નથી હોતી.
તે ઘણા પરિબળો પર આધાર રાખે છે. જેમ કે ઓર્ડરની સંખ્યા, ડિલિવરી અંતર અને દિવસની શિફ્ટ. ઉદાહરણ આપતાં તેમણે સમજાવ્યું કે બીજા દિવસે તેમણે લગભગ 11 કલાકમાં 32 ઓર્ડર પૂર્ણ કર્યા અને ₹1,202 કમાયા. આનો અર્થ એ છે કે જ્યારે કેટલાક દિવસોમાં કમાણી ખૂબ ઓછી હોઈ શકે છે, ત્યારે તે અન્ય દિવસોમાં થોડી સારી હોઈ શકે છે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.