Jugaad : આ યુવકે ઠંડીથી બચવા લગાવ્યુ ગજબનુ દિમાગ, વીડિયો જોઈ લોકોએ કહ્યુ ” દેશી જુગાડ જીંદાબાદ”

આ દિવસોમાં એક જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવક ઠંડીથી બચવા જે રીતે દેશી જુગાડ કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Jugaad : આ યુવકે ઠંડીથી બચવા લગાવ્યુ ગજબનુ દિમાગ, વીડિયો જોઈ લોકોએ કહ્યુ  દેશી જુગાડ જીંદાબાદ
Biker amazing jugaad video goes viral
| Edited By: | Updated on: Jan 07, 2022 | 1:50 PM

Viral Video : દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા ((Social Media) પર અવારનવાર તમને જુગાડ સંબધિત વીડિયો (Jugaad Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક જુગાડ જોઈને લોકો પણ દાંત નીચે આંગળી દબાવી લે છે.જ્યારે કેટલાક જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક જુગાડ વીડિયો ઈન્ટરનેટ (internet) પર સામે આવ્યો છે.જેમાં એક યુવક ઠંડીથી બચવા જે રીતે જુગાડ કરી રહ્યો છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

કાતિલ ઠંડીથી બચવા યુવકે કર્યુ કંઈક આવુ…!

હાલ સમગ્ર દેશમાં ઠંડીનો માહોલ છે, આવી સ્થિતિમાં દરેક લોકો ઠંડીની લહેરથી બચવા ગરમ વસ્ત્રોથી ઢંકાયેલા જોવા મળે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક યુવકનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો- વાહ શું જુગાડ કર્યો છે. વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે બે યુવકો બાઇક(Bike)  પર જઈ રહ્યા છે. આ દરમિયાન બાઇકની પાછળ બેઠેલા યુવકે ઠંડીથી બચવા માટે પોતાના શરીરને એક મોટા કાર્ટન બોક્સથી ઢાંકી દીધુ છે. આ જુગાડ જોઈને તમે પણ હાસ્ય રોકી શકશો નહિ.

જુઓ વીડિયો

જુગાડ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

દેશી જુગાડનો આ ખૂબ જ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર _life.of.student_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

જુગાડ વીડિયો જોઈને એક યુઝર્સ લખ્યુ કે, આવો જુગાડ માત્ર ભારતમાં જ જોવા મળી શકે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, ઠંડીથી  આ રીતે પણ  બચી શકાય એ આજે ખબર પડી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : સરકારી શાળાની બાળકીએ નોરા ફતેહીના સોંગ પર લગાવ્યા ઠુમકા, ટેલેન્ટ જોઈને લોકો પણ દંગ રહી ગયા !