
સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય તે કહી ન શકાય. સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો જોવા મળે છે. જે યુઝર્સને એન્ટરટેઈન કરવાની સાથે તેમને રોમાંચથી ભરી દે છે. હાલમાં જ એક વ્હેલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. જે દરિયામાં મોટી બોટ પર સવાર વ્યક્તિ સાથે રમતા જોવા મળે છે. કૂતરા સામાન્ય રીતે તેમના માલિક સાથે પાર્કમાં બોલ સાથે રમતા જોવા મળે છે. જે દરમિયાન માલિક બોલને ફેંકી દે છે અને કૂતરો તેને પાછો લાવે છે.
આ પણ વાંચો: Viral Video: મહિલાએ વાંદરા પાસે સાફ કરાવ્યા વાસણ, લોકોએ કહ્યું- આને તો છોડી દો
વીડિયોમાં એક વિશાળકાય વ્હેલને આવું કરતી જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં એક વ્યક્તિ બોટની કિનારે આવીને એક મોટો બોલ દરિયામાં ફેંકતો જોઈ શકાય છે. જે પછી વ્હેલ તેને લે છે અને વ્યક્તિ પાસે લાવે છે. જુઓ વીડિયો.
Beluga whale playing fetch near the north pole.#Tiredearth pic.twitter.com/g80MPumh8u
— Rebecca Herbert (@RebeccaH2030) April 12, 2021
આ વાયરલ વીડિયો ટ્વિટર પર @fasc1nate નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેખાતી જાયન્ટ માછલી બેલુગા વ્હેલ છે, જે ઉત્તર ધ્રુવની નજીક દરિયામાં બોટ પર ક્રૂ મેમ્બર સાથે રમતી હતી. વીડિયોમાં એક વ્યક્તિ પાણીમાં બોલ ફેંકતો જોવા મળી રહ્યો છે. જે પછી વ્હેલ બોલની નજીક જાય છે અને તેને મોંમાં દબાવીને લાવે છે અને બોટની નજીક આવીને તે વ્યક્તિને આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝરનું ધ્યાન ખેંચી રહ્યો છે.
સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 4 મિલિયન વ્યૂઝ અને 25 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે વ્હેલને ખૂબ જ બુદ્ધિશાળી ગણાવી છે. અન્ય એક યુઝરે પ્રશ્ન પૂછ્યો, ‘શું તે ખરેખર રમી રહી હતી અથવા માણસોને તેમના કચરાને સરસ અને સ્વચ્છ પાણીથી દૂર રાખવાનું કહેતી હતી?’