
સોશિયલ મીડિયા પર અત્યારે અવનવા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક અત્યંત ચોંકાવનારો CCTV વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હવન દરમિયાન એક પરિવાર પર અચાનક મધમાખીઓના ટોળાએ હુમલો કર્યો હોવા છતા પૂજામાં બેઠેલી મહિલાની અતૂટ આસ્થા જોઈ સૌ કોઈ લોકો દંગ રહી ગયા હતા. સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો ઘરના આંગણામાં પરિવાર હવન અને પૂજા કરી રહ્યો છે. આ સમયે હવનમાંથી ધુમાડો થતા છત પર બેસેલી મધમાખીઓએ એકાએક પરિવાર પર હુમલો કર્યો હતો.
મધમાખીએ પરિવાર પર હુમલો કરતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં લોકો પોતાના જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા. જેમાં કેટલીક મહિલાઓ સાડીથી પોતાનું માથું ઢાંકીને દોડતી જોવા મળી હતી.
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે ત્યાં બેઠેલી એક મહિલા. આસપાસ લોકો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા, ત્યારે આ મહિલા આંખો બંધ કરીને હવનની સામે શાંતિથી બેઠેલી જોવા મળે છે. તે પોતાની પ્રાર્થનામાં મગ્ન રહી હતી. મહિલાની આ તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની શ્રદ્ધા અને ધીરજની ચર્ચા શરૂ થઈ છે.
વીડિયો જોઈને કેટલાક યુઝર્સ મહિલાની શ્રદ્ધાની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો મધમાખીઓના હુમલાની ગંભીરતા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આ વીડિયોમાં મહિલાને ઈજા થઈ હતી કે નહીં અને ઘટના કયા સ્થળની છે તેની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો : વન વિભાગ ન પહોંચ્યું તો મહિલાએ જાતે પકડ્યો 4 ફૂટનો મગર