Beautiful Viral Video : ખરેખર અહીં ‘Avatar’ ફિલ્મનું શૂટિંગ તો નથી થયું ને…!!!? તો જૂઓ મંત્રમુગ્ધ કરતો વીડિયો

આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ ટ્વિટર પર Cosmic Gaia નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'જાદુઈ દ્રશ્ય'. માત્ર 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3.2 મિલિયન એટલે કે 32 લાખ વખત જોવામાં આવ્યો છે.

Beautiful Viral Video : ખરેખર અહીં Avatar ફિલ્મનું શૂટિંગ તો નથી થયું ને...!!!? તો જૂઓ મંત્રમુગ્ધ કરતો વીડિયો
magical place
| Edited By: | Updated on: Aug 16, 2022 | 9:47 AM

પૃથ્વી પર પણ એવી જગ્યાઓ છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. ક્યાંક અદ્ભુત ધોધ છે તો ક્યાંક વિશાળ નદીઓ તો ક્યાંક ઊંચા પહાડો, લોકોને મંત્રમુગ્ધ કરે છે. કેટલીક સાયન્સ ફિક્શન ફિલ્મો અથવા તો એડવેન્ચર ફિલ્મોમાં (Adventure films) એવા દ્રશ્યો જોવા મળે છે કે દરેકને આશ્ચર્ય થાય છે. જેમ કે તમે (Hollywood) હોલીવુડની ‘અવતાર’ ફિલ્મ (Avatar Film) જોઈ જ હશે. આ સુપરહિટ ફિલ્મમાં જંગલો અને પહાડો સાથેના એવા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, જેને જોઈને લાગે છે કે પૃથ્વી પર આવી કોઈ જગ્યા ન હોઈ શકે, પરંતુ એવું બિલકુલ નથી. પૃથ્વી પર કેટલીક એવી જગ્યાઓ પણ છે, જે સામાન્ય રીતે લોકો માત્ર કાલ્પનિક ફિલ્મોમાં જ જોવા મળે છે, પરંતુ આજકાલ એક એવી જ જગ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

આ વીડિયોમાં એક જગ્યા બતાવવામાં આવી છે, જે કંઈક અંશે ‘અવતાર’ ફિલ્મ જેવી લાગે છે. ઉંચા ઉભેલા પહાડો, પહાડો પર ઉગેલા વૃક્ષો, જાણે કોઈ જંગલ હોય અને ઉપર ઉડતા પક્ષીઓને જોઈને તમને ફિલ્મ અવતારની યાદ આવી જશે. વીડિયોમાં તમે આ અદ્ભુત નજારો જોઈ શકો છો. આ નજારો જોઈને તમને બિલકુલ વિશ્વાસ નહીં થાય કે આવી જગ્યા ધરતી પર પણ હોઈ શકે છે. તમને ચોક્કસ લાગશે કે આ કોઈ ફિલ્મી સીન હશે, પરંતુ વીડિયો જોયા પછી એવું નથી લાગતું કે, આ કોઈ ફિલ્મી સીન છે. જો કે આ જગ્યા ક્યાં છે. તેની માહિતી વીડિયોમાં આપવામાં આવી નથી, પરંતુ જ્યાં પણ છે તે સુંદર અને અદભૂત છે.

જુઓ સુંદર વીડિયો….

આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Cosmic Gaia નામથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘જાદુઈ દ્રશ્ય’. 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3.2 મિલિયન એટલે કે 32 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે, આ અવતાર ફિલ્મના કોઈ સીન જેવો લાગે છે.. તો કેટલાક આ જગ્યાને સપનું માની રહ્યા છે.