લક્ઝરી કારોને પણ ટક્કર આપે તેવી છે આ ઘોડાની કિંમત! મેળામાં પગ મુકતા જ થયો પૈસાનો વરસાદ, જુઓ Video

રાજસ્થાનના પુષ્કરમાં યોજાતો પશુમેળો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. આ વખતે આ મેળામાં એક ખાસ ઘોડાએ બધાની નજર તેની તરફ ખેચી છે. બાદલ નામના ઘોડો જેનો દૂધિયા સફેદ રંગ, ઉંચા કદ અને પ્રભાવશાળી શરીર સાથે, બાદલે બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે,જુઓ Video

લક્ઝરી કારોને પણ ટક્કર આપે તેવી છે આ ઘોડાની કિંમત! મેળામાં પગ મુકતા જ થયો પૈસાનો વરસાદ, જુઓ Video
badal horse pushkar fair 5 crore price Pushkar Mela Rajasthan viral video
| Updated on: Nov 19, 2026 | 12:32 PM

રાજસ્થાનના પુષ્કરમાં યોજાતો પશુમેળો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. આ વખતે આ મેળામાં એક ખાસ ઘોડાએ બધાની નજર તેની તરફ ખેચી છે. બાદલ નામના ઘોડો જેનો દૂધિયા સફેદ રંગ, ઉંચા કદ અને પ્રભાવશાળી શરીર સાથે, બાદલે બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. બાદલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તેની શાહી શૈલી અને મેળામાં પ્રભાવશાળી પ્રવેશથી લોકો દંગ રહી જાય છે.

દૂધિયા સફેદ રંગ અને શાહી અંદાજથી લોકો મંત્રમુગ્ધ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે મેળામાં બાદલે પગ મુકતા જ દરેક લોકોની નજર તેના પર ટકેલી હોય છે. તેની શાહી ચાલ જોઈને ત્યાં ઉભેલા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. વીડિયોમાં પણ જોવા મળે છે કે ઘોડાની આસપાસ ભીડ ઉમટી પડે છે અને તેના પર પૈસાનો વરસાદ કરતા જોવા મળે છે. જે રીતે તેનું સ્વાગત કરવામાં આવ્યું તે કોઈ મોટા સેલિબ્રિટી કરતા ઓછું નથી.

સુરક્ષા માટે 100 બોડીગાર્ડ હોવાની પણ ચર્ચા

પુષ્કરના મેળામાં આવેલા ઘોડાની સુંદરતાની સાથે તેની કિંમત લગભગ 5 કરોડ રુપિયાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ ઘોડાની સુરક્ષામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં બાદલના પ્રવેશ પહેલા લગભગ 100 બોડીગાર્ડસના કડક સુરક્ષા હેઠડ લાવવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

એક ઝલક જોવા ઉમટી લોકોની ભારે ભીડ

પશુ મેળો હંમેશા પશુપાલકો અને ઘોડા ઉત્સાહીઓ માટે એક મુખ્ય તહેવાર રહ્યો છે. દેશભરના પશુપાલકો તેમના શ્રેષ્ઠ ઘોડાઓ સાથે અહીં આવે છે. ખાસ કરીને મારવાડી જાતિની હાજરી અને ઓળખ અનોખી છે. દર વર્ષની જેમ, મેળામાં કરોડો રૂપિયાના અસંખ્ય ભવ્ય ઘોડા જોવા મળ્યા છે, જે ધ્યાન આકર્ષિત કરે છે. જોકે, હાલ પૂરતું, “બાદલ” ઘોડો તેની શાહી શૈલી, વાયરલ વીડિયો અને 5 કરોડ રૂપિયાના દાવા સાથે મેળાનું હૃદય બની ગયું છે.


Disclaimer: આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને અહેવાલો પર આધારિત છે. તેમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો : Viral Video : માત્ર 5 કપડાં ધોવાના 12 હજાર રૂપિયા! હોટલનું બિલ જોઈ વિદેશી વ્લોગર ચોંકી ગયો

Follow Us
Loading...
Unable to load recommendations.