Heart Breaking Video: દીપડાના જડબામાં હતી વાંદરાની લાશ, માતાને ચીપકેલું જોવા મળ્યું બચ્ચું

Dead Monkey With Baby: વીડિયોમાં વાંદરાની લાશ દીપડાના જડબામાં જોવા મળી, જ્યારે બચ્ચું માતાના પેટ સાથે ચોંટી રહેલું જોવા મળ્યું હતું. આ વીડિયો જોયા પછી લોકોએ કહ્યું- જીવનના અંત સુધી બચ્ચાએ માતાનો સાથ ન છોડ્યો.

Heart Breaking Video: દીપડાના જડબામાં હતી વાંદરાની લાશ, માતાને ચીપકેલું જોવા મળ્યું બચ્ચું
baby monkey viral video
| Edited By: | Updated on: May 26, 2022 | 3:27 PM

સોશિયલ મીડિયા પર વન્યજીવોને (Wildlife) લગતા ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. આમાંથી કેટલાકમાં જંગલી પ્રાણીઓ વચ્ચે રોમાંચક લડાઈ જોવા મળે છે, તો કેટલાક વીડિયોમાં જંગલી પ્રાણીઓ એકબીજાનો શિકાર કરતા જોવા મળે છે. હાલમાં જંગલની દુનિયામાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ચોંકાવનારી ક્ષણ કેદ કરવામાં આવી છે. આ વીડિયો પર જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સની નજર પડી તો જાણે તેમનું દિલ તૂટી ગયું. વીડિયોમાં વાંદરાના (Monkey) શબને દીપડાના (Leopard) જડબામાં જોવા મળે છે, જ્યારે બચ્ચું તેની માતાના પેટ સાથે ચોંટી રહેલું જોવા મળે છે. આ વીડિયો જોયા પછી લોકો કહે છે કે ક્યારેક કુદરત તેનું ખૂબ જ ક્રૂર રૂપ બતાવે છે.

જૂઓ આ હૃદયદ્રાવક વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરાને શિકાર કર્યા બાદ દીપડો તેને જડબામાં દબાવીને ચાલી રહ્યો છે. તે જ સમયે, વાનરનું બચ્ચું માતાના શબ સાથે ચોંટેલું જોવા મળે છે. આ ક્ષણ ખરેખર દુ:ખદાયક છે. વીડિયો જોઈને એવું લાગે છે કે વાંદરાને શિકાર કરતી વખતે દીપડાએ બચ્ચાને વાંદરાની આસપાસ લપેટાયેલું જોયું ન હોય. જો કે, ડરી ગયેલા બચ્ચાનો વીડિયો લોકોના દિલ તોડી રહ્યો છે. માતાના મૃત્યુ પછી પણ આ બાળક તેને છોડવા તૈયાર ન હતું.

આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ આઘાતમાં છે. લોકોનું કહેવું છે કે, તેઓએ આવું પહેલા ક્યારેય જોયું ન હતું. માદા વાંદરાના મૃતદેહ સાથે ચોંટેલા બચ્ચાની તસવીર હૃદયદ્રાવક છે. જો કે, કેટલાક યુઝર્સ એવું પણ કહે છે કે, જંગલની દુનિયામાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ ચાલતી રહે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર earth.reel નામના પેજ પર શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘કુદરત ક્યારેક એટલી ક્રૂર પણ હોઈ શકે છે.’ સોશિયલ મીડિયા યુઝર્સ એક દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તે જ સમયે, વીડિયો જોયા પછી લોકો સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, જીવનના અંત સુધી બચ્ચાએ માતાનો સાથ ન છોડ્યો. જ્યારે અન્ય યુઝરે ટિપ્પણી કરતા લખ્યું છે કે, આ એકદમ પરેશાન કરનારી ક્ષણ છે. એકંદરે આ વીડિયો જોઈને યુઝર્સના દિલ તૂટી ગયા છે.