Viral Video : યુવતીનું ટેલેન્ટ જોઈને અરિજીત સિંહ બની જશે ફેન, વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

|

May 25, 2023 | 6:43 PM

અરિજીત સિંઘના ફેન્સ તેના સોન્ગ રેકોર્ડ કરીને તેના વીડિયો પણ શેયર કરતા જોવા મળતા હોય છે. આવી જ એક મહિલા ફેનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે આ યુવતીના ફેન બની જશો.

Viral Video : યુવતીનું ટેલેન્ટ જોઈને અરિજીત સિંહ બની જશે ફેન, વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ
viral video

Follow us on

Mumbai : બોલિવૂડમાં હાલમાં સિંગર અરિજીત સિંઘના સોન્ગનો ક્રેઝ ચાલી રહ્યો છે. અમદાવાદમાં યોજાયેલી આઈપીએલ 2023ની ઓપનિંગ સેરેમનીમાં પણ અરિજીત સિંઘ એ પોતાના અવાજથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અરિજીત સિંઘના ફેન્સ તેના સોન્ગ રેકોર્ડ કરીને તેના વીડિયો પણ શેયર કરતા જોવા મળતા હોય છે. આવી જ એક મહિલા ફેનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સુંદર યુવતી જોવા મળી રહી છે. આ યુવતી અરિજીત સિંઘના તમામ સોન્ગને સાથે લાવીને એક સોન્ગ બનાવી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે યુવતી અરિજીત સિંઘના સોન્ગ ગાવાનું શરુ કરી રહી છે. ત્યાર બાદ એક જ ધૂન પર તે એક એક કરીને અરિજીત સિંઘના તમામ સોન્ગને ઉમેરે છે. સૌથી હેરાન કરવાવાળી વાત તો એ છે કે આ યુવતીનો સોન્ગનો ટ્રેક કોઈ પણ જગ્યા એ નબળો નથી પડી રહ્યો. એવું લાગી રહ્યું છે આ એક જ સોન્ગ છે અને આરામથી પૂરુ થઈ રહ્યું છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

આ રહ્યો એ અદ્દભુત ટેલેન્ટનો વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ શું ટેલેન્ટ છે ! બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અદ્દભુત ટેલેન્ટ ધરાવે છે આ યુવતી.  અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, તેનો વીડિયો જોઈ અરિજીત સિંઘ પણ ફેન થઈ શકે છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Article