Monkey Attack Viral Video : બાંદાનો નસેડી વાંદરો ! બોટલ છીનવીને પીવે છે દારૂ, દાદાગીરીમાં બાળકોને પણ આપે છે મ્હાત

|

Mar 26, 2023 | 7:09 AM

Monkey Attack : બજારમાં ફળ વહેંચતા ફેરિયાઓ પાસેથી સફરજન અને દ્રાક્ષ છીનવીને વાંદરો ભાગી જાય છે. ઘરમાં કામ કરતી મહિલાઓ અને બજારના ફળ વિક્રેતાઓ વાંદરાની હરકતોથી ખૂબ જ પરેશાન રહેતા હોય છે.

બાંદા : ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં દારૂના નશામાં ધૂત વાનરનો આતંક સામે આવ્યો છે. આ વાનર દારૂની બોટલ નસેડીની જેમ પીવે છે. આ વાંદરાના આતંકથી શહેરના લોકો ભારે ડરી ગયા છે. આ વાંદરો બાંદા જિલ્લાના માતૌંધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવી રહ્યો છે. આ વાંદરો નગર પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન પરિસર અને બસ સ્ટોપની આસપાસ ફરે છે. અત્યાર સુધી આ વાંદરાએ ઘણા લોકોને કરડ્યા પણ છે.

આ પણ વાંચો : અપની ગલી મેં તો કુત્તા ભી શેર….ગામમાં ઘૂસી ગયેલા સિંહને કૂતરાઓએ દોડાવી દોડાવી ભગાડ્યો, જુઓ વીડિયો

આ આતંકવાદી વાંદરાની સૌથી ખાસ વાત એ છે કે દારૂડિયાઓ પાસેથી બોટલ છીનવીને તે એક જ વારમાં દારૂ ગટગટાવી જાય છે. આ પછી તે નશો કરે છે. દારૂના નશામાં વાંદરો રસોડામાં રસોઈ બનાવતી મહિલાઓને પણ ચીડવે છે. મહિલાઓ માટે રસોડામાં રસોઈ બનાવવી મુશ્કેલ થઈ જાય છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ સાથે બજારમાં ફળ વિક્રેતાઓ પાસેથી સફરજન અને દ્રાક્ષ છીનવીને વાંદરો ભાગી જાય છે. ઘરમાં કામ કરતી મહિલાઓ અને બજારના ફળ વિક્રેતાઓ વાંદરાની હરકતોથી ખૂબ જ પરેશાન છે. આ વાનર દારૂડિયાઓ પાસેથી બોટલ છીનવી લીધા પછી પણ પીવે છે. આસપાસના લોકોએ દારૂ પીતા આ વાંદરાના વીડિયો અને ફોટા પણ પાડ્યા છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

વાંદરા ઘણા લોકોને કરડ્યા

આ વાંદરા શહેરના ઘણા લોકોને પણ કરડ્યા છે. શહેરના જ સર્વેશ ખરેની 6 વર્ષની પુત્રી યતિ ખરેને કરડવાથી ઈજા થઈ છે. આ સાથે આ વાંદરાએ કરણ સિંહ અને અજય પાલને પણ ડંખ માર્યો છે. યતિ ખરેના પિતા સર્વેશ ખરેએ જણાવ્યું કે તેઓ તેમની પુત્રીને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા અને હડકવાના બે ઈન્જેક્શન કરાવ્યા. દીકરીને વધુ એક ઈન્જેક્શન લેવાનું છે. વાંદરાના કરડવાના કારણે તેને ડૉક્ટર પાસેથી યોગ્ય સારવાર કરાવી રહ્યા છે.

વનવિભાગની ટીમ વાંદરાને પકડવામાં વ્યસ્ત

શહેરમાં આતંકનો પર્યાય બની ગયેલા આ વાંદરાને પકડવા સ્થાનિક લોકોએ વન વિભાગની ટીમ પાસે માંગ કરી છે. આ બાબતની નોંધ લેતા વન વિભાગ બાંદાના ડીએફઓ સંજય અગ્રવાલે વાંદરાને જંગલમાં છોડવા માટે એક ટીમ મોકલી છે. આ સાથે તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં લોકોને આ વાંદરાઓથી છુટકારો મળશે.

Published On - 7:06 am, Sun, 26 March 23

Next Article