આર્ટિસ્ટે પાણી પર તરતા બરફના પાતળા પડ પર બનાવ્યું અદભૂત પેઇન્ટિંગ, જુઓ Video

સામાન્ય રીતે આપણે બધાએ કેટલાક કલાકારોને દિવાલ પર અને કેનવાસ પર આર્ટવર્ક અથવા પોટ્રેટ બનાવતા જોયા હશે. પરંતુ આ વીડિયોમાં કલાકાર બરફના પડ પર પોટ્રેટ બનાવતો જોવા મળી રહ્યો છે. જેના માટે તે સ્પ્રે પેઇન્ટનો ઉપયોગ કરે છે.

આર્ટિસ્ટે પાણી પર તરતા બરફના પાતળા પડ પર બનાવ્યું અદભૂત પેઇન્ટિંગ, જુઓ Video
| Edited By: | Updated on: Mar 31, 2023 | 7:04 AM

આજકાલ સોશિયલ મીડિયા ઘણા પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કેટલાક વીડિયો કલાકારો અને કુશળ લોકો જોવા મળે છે. જેમની કળા હવે સોશિયલ મીડિયાના કારણે વિશ્વભરમાં નવી ઓળખ મળી રહી છે. આ દિવસોમાં એક અનોખો કલાકાર પોતાની કલાના કારણે ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો : Viral Video: સારા અલી ખાને શેયર કર્યો ફની વીડિયો, હસવાનું રોકી નથી શકતાં ફેન્સ, જુઓ Video

સામાન્ય રીતે આપણે બધાએ કેટલાક કલાકારોને દિવાલ પર અને  કેનવાસ પર આર્ટવર્ક અથવા પોટ્રેટ બનાવતા જોયા હશે. પરંતુ આ વીડિયોમાં કલાકાર બરફના પડ પર પોટ્રેટ બનાવતો જોવા મળી રહ્યો છે. જેના માટે તે સ્પ્રે પેઇન્ટનો ઉપયોગ કરે છે. આ દરમિયાન, તે બરફનું પડ તૂટ્યા પછી પણ પોટ્રેટ પૂર્ણ કરતો જોવા મળે છે. વીડિયોમાં બરફનું પડ પાણી પર ફરતા જોવા મળે છે.

બરફ પર પોટ્રેટ

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યો છે. હાલમાં વીડિયોમાં દેખાતા કલાકારનું નામ ડેવિડ પોપ છે. જેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આર્ટના ઘણા વીડિયો શેર કર્યા છે. જેમાં ડેવિડ પોપ સ્પ્રે પેઇન્ટની મદદથી બરફના પાતળા પડ પર પોટ્રેટ બનાવતા જોવા મળે છે. આ વીડિયોને ડ્રોન કેમેરાની મદદથી બતાવવામાં આવ્યુ છે.

 

 

આર્ટવર્ક જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત

વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયાના ઘણા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. યુઝર્સે આ વીડિયોમાં ઘણી લાઈક અને કોમેન્ટસ કરી છે. અને તેમની આર્ટવર્કની પ્રશંસા કરી છે. વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે કોમેન્ટ કરી અને તેના કામને અદભૂત ગણાવ્યું. તો ત્યાં કેટલાક લોકો કહે છે કે આ રીતે તરતા બરફના ટુકડા પર ચાલવું જીવલેણ બની શકે છે.