Viral: સેનાના જવાનની અદ્ભૂત ફિટનેસ પર ફિદા થયા લોકો, યુઝરે લખ્યું મ્હારો દેશ કા ફૌજી છે

|

Jan 06, 2022 | 9:26 AM

સેનાના જવાનનો આ શાનદાર સ્ટંટ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ શાનદાર વીડિયો શેર કર્યો છે.

Viral: સેનાના જવાનની અદ્ભૂત ફિટનેસ પર ફિદા થયા લોકો, યુઝરે લખ્યું મ્હારો દેશ કા ફૌજી છે
Amazing fitness and stunts of army soldier

Follow us on

ફિટનેસની બાબતમાં સેનાના જવાનોનો કોઈ મુકાબલો નથી. તેમની ફિટનેસ લોકો જોતા જ રહી જાય છે. દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે સેનાના જવાનો પોતાને ફિટ રાખવા માટે શું કરે છે. તમે જોયું જ હશે કે સૈન્યમાં જોડાવાના ઉમેદવારોમાં જે સૌથી મહત્વની બાબત જોવા મળે છે તે દોડ છે.

સામાન્ય રીતે આર્મીના જવાનોને દરરોજ 5-10 કિલોમીટર દોડવું પડે છે. આ સિવાય તેઓ વિવિધ પ્રકારની કસરતો પણ કરે છે. ત્યાર બાદ તેમની ફિટનેસ અકબંધ રહે છે. ફિટનેસ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર વારંવાર વાયરલ (Viral Videos) થતા રહે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આવો જ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વીડિયો (Amazing Viral Videos)માં ખાસ વાત એ છે કે તેમાં સેનાના જવાનની અદભૂત ફિટનેસ (Amazing fitness) જોવા મળે છે.

સેનાનો આ જવાન ઘણા સ્ટંટ કરતો જોવા મળે છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે જવાન લાકડીની મદદથી પોતાના પગનું સંતુલન એવી રીતે બનાવે છે કે તે આરામથી હવામાં ઊભો રહે છે. આ પછી, તે વીડિયોમાં બીજા ઘણા અદ્ભુત સ્ટંટ કરે છે.

જવાનનો સૌથી ચોંકાવનારો સ્ટંટ એ છે કે તે તેના બંને પગ કાચની બે બોટલ પર રાખે છે અને એક બોટલ હાથની નીચે રાખે છે જ્યારે બીજો હાથ તેની પીઠ પર રહે છે અને તે આ રીતે પુસઅપ મારે છે. આ એક અદ્ભુત સંતુલન છે, જેને કરવા માટે ઘણી મહેનત અને પ્રેક્ટિસની જરૂર છે.

સેનાના જવાન(Army Soldier)નો આ શાનદાર સ્ટંટ વીડિયો (Stunt video) લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અદભૂત વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘અદ્ભૂત ફિટનેસ! મહેનતનો કોઈ વિકલ્પ નથી. જેણે મહેનતનો માર્ગ પસંદ કર્યો છે તેણે ઈતિહાસ રચ્યો છે.

અત્યાર સુધીમાં આ વીડિયોને 88 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે લગભગ 7 હજાર લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. સાથે જ ઘણા લોકોએ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે, ‘મેરા દેશ કા ફૌજી હૈ’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે, ‘ફેન્ટાસ્ટિક, અદ્ભુત, જબરદસ્ત, ઝિંદાબાદ!’ તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘એટલે જ ભારતના લોકો ‘ખતરો કે ખિલાડી’ કહેવાય છે.

આ પણ વાંચો: Viral: રસ્તા પર જતી છોકરીને બકરીએ કારણ વગર ફંગોળી, પછી થઈ જોવા જેવી

આ પણ વાંચો: Viral Video: મહિલાની મજાક જિરાફને ન ગમી, જિરાફે કંઈક આ રીતે મહિલાને ભણાવ્યો પાઠ

Next Article