Viral: Vimal ની એડમાં અક્ષય કુમારે કહ્યું ‘જુબા કેસરી’, વાયરલ થયા Funny Memes

વિમલની નવી જાહેરાત સામે આવી છે. આ જાહેરાતમાં અજય દેવગન અને શાહરૂખ ખાન એકસાથે અક્ષય કુમારને મળવા જતા જોવા મળે છે. બંને અક્ષયને મનાવવાની વાત કરી રહ્યા છે. તે જ સમયે, અક્ષય કુમાર (Akshay Kumar) તેના એક્શન અવતારમાં જોવા મળે છે.

Viral: Vimal ની એડમાં અક્ષય કુમારે કહ્યું જુબા કેસરી, વાયરલ થયા  Funny Memes
Akshay Kumar Vimal Ad Trolled by Fans (Twitter)
| Edited By: | Updated on: Apr 21, 2022 | 9:26 AM

વિમલ પાન મસાલા (Vimal) ની દુનિયામાં શાહરૂખ ખાન બાદ હવે બોલિવૂડના ખિલાડીએ પણ એન્ટ્રી લીધી છે. સુપરસ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) વિમલ યૂનિવર્સમાં એન્ટ્રી શું કરી, સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચી ગયો છે. વિમલની નવી જાહેરાત સામે આવી છે. આ જાહેરાતમાં અજય દેવગન અને શાહરૂખ ખાન એકસાથે અક્ષય કુમારને મળવા જતા જોવા મળે છે. બંને અક્ષયને મનાવવાની વાત કરી રહ્યા છે. અક્ષય કુમાર તેના એક્શન અવતારમાં જોવા મળે છે. જોકે આ જાહેરાતને લઈને અક્ષય કુમાર ઘણા ટ્રોલ (Akshay Kumar Troll on social media) થયા હતા. હવે અક્ષયે આ સમર્થનને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે તેના ચાહકોની (Fans) માફી માંગી છે.

વિમલની એડમાં અક્ષય કુમાર

આ જાહેરાતમાં અક્ષય કુમારનો અવતાર જોવા જેવો છે. તે સ્વેગમાં ગાલા ચશ્મા પહેરેલા બ્લેક આઉટફિટમાં જોવા મળે છે. શાહરૂખ ખાન અને અજય દેવગન પણ સ્વેગથી ભરપૂર અંદાજમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને મીમર્સ આ જાહેરાત જોઈને મજા લઈ રહ્યા છે. અક્ષય કુમારની આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પણ તેના જબરદસ્ત મીમ્સ છવાયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

અક્ષય કુમાર બોલિવૂડના સૌથી મોટા ફિટનેસ ફ્રીક્સમાંથી એક છે. તેણે હંમેશા ચાહકોને ફિટ રહેવાનું શીખવ્યું છે. અક્ષય દારૂ અને સિગારેટ જેવી વસ્તુઓથી દૂર રહે છે. આ સિવાય તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ક્યારેય ગુટખાને પ્રોત્સાહન નહીં આપે. પરંતુ હવે વિમલ પાન મસાલાની જાહેરાતમાં અક્ષય કુમારને જોયા બાદ યુઝર્સે તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે. અહીં ફની મીમ્સ (Funny Memes)જુઓ,

અક્ષય કુમારે માંગી માફી

અક્ષય કુમારે તેના માફી પત્રમાં લખ્યું છે કે, “હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિભાવથી મને આઘાત લાગ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. વિમલ ઈલાઈચી સાથેના મારા જોડાણ પર તમે જે રીતે તમારી લાગણીઓ વ્યક્ત કરી, હું તમારી ભાવનાઓને માન આપું છું.”

આ પ્રોજેક્ટ્સમાં અક્ષય કુમાર જોવા મળશે

અક્ષય કુમારના પ્રોજેક્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ પૃથ્વીરાજમાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર હવે તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેને દક્ષિણના લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે. મિસ વર્લ્ડ 2017 પૃથ્વીરાજ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. પૃથ્વીરાજ, 3 જૂને સિનેમાઘરોમાં આવશે. પૃથ્વીરાજ, અક્ષય કુમાર ઉપરાંત, રામ સેતુ, રક્ષા બંધન, મિશન સિન્ડ્રેલા, સેલ્ફી અને OMG 2 (Oh My God 2) જેવી ફિલ્મોમાં જોવા મળશે.

આ પણ વાંચો: Viral Video : બે યુવકોએ બતાવ્યું અદ્ભુત ટેલેન્ટ, તમે ભાગ્યે જ આવી કળા જોઈ હશે, જુઓ વીડિયો

આ પણ વાંચો: Rice Export: ભારતીય ચોખાનો સમગ્ર વિશ્વમાં ડંકો, બે વર્ષમાં ત્રણ ગણી થઈ નિકાસ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો