Video : લગ્નમાં નાગિન ડાન્સ બાદ જીમ ડાન્સનો ક્રેઝ ! આ અનોખો ડાન્સ જોઈ લોકોએ કહ્યુ ‘બસ કર ભાઈ’

|

Nov 25, 2021 | 1:39 PM

આજકાલ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવક જે રીતે જીમ ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Video : લગ્નમાં નાગિન ડાન્સ બાદ જીમ ડાન્સનો ક્રેઝ ! આ અનોખો ડાન્સ જોઈ લોકોએ કહ્યુ બસ કર ભાઈ
Funny dance video goes viral

Follow us on

Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયાની દુનિયામાં લગ્ન સંબધિત વીડિયોનુ ઘોડાપુર આવ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. દરરોજ કોઈને કોઈ લગ્ન સંબધિત વીડિયો (Wedding Video) લોકોમાં ચર્ચાનો વિષય બને છે. ત્યારે તાજેતરમાં એક ડાન્સ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ યુવાન જે રીતે જીમ ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને લોકોને ખુબ હસવુ આવે છે.

જીમ ડાન્સ બન્યો ચર્ચાનો વિષય

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

તમે નાગિન ડાન્સ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય જીમ ડાન્સ (Gym Dance) વિશે સાંભળ્યું છે ? જી હા, આવો જ એક વીડિયો હાલ તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન ખૂબ જ વિચિત્ર રીતે લગ્નમાં ડાન્સ કરી રહ્યો છે. આ ડાન્સને ધ્યાનથી જોશો તો જણાશે કે તે જીમમાં કસરત કરી રહ્યો હોય તે રીતે ડાન્સ કરી રહ્યો છે. આ અનોખો ડાન્સ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ વાયરલ વીડિયો જોઈને લોકો વિચારી રહ્યા છે કે યુવક ડાન્સ કરી રહ્યો છે કે એક્સરસાઇઝ (Exercise). યુઝર્સ આ અનોખા ડાન્સનું નામ પુછીને રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે નાગિન ડાન્સ અથવા અન્ય કોઈપણ પ્રકારો ડાન્સ લગ્નોમાં જોવા મળે છે, પરંતુ જીમ ડાન્સ  ભાગ્યે જ કોઈએ જોયો હશે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, ડાન્સની તો ખબર નથી, પણ આ યુવાન સવારે એક્સસાઈઝ કરવાનુ ભુલી ગયો હશે. આ સાથે અન્ય એક યુઝરે લખ્યુ કે, આવો અનોખો ડાન્સ પહેલીવાર જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @FitBharat નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 47 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

 

આ પણ વાંચો: દેશમાં પહેલીવાર પૂરુષોની સામે મહિલાઓની સંખ્યા વધુ, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં સામે આવી વિગતો

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: આ Zomato અને Swiggy વાળા આપણે કહીએ ત્યાં લગ્નમાં ચાંદલો લખાવીને, ત્યાંથી ટીફીન લાવી આપે કે ન’ઇ..??

Published On - 1:39 pm, Thu, 25 November 21

Next Article