“કાશ્મીર ભારતને આપી દો” પાકિસ્તાની જનતાનો અવાજ, સોશિયલ મીડિયામાં Viral Video આવ્યો સામે

|

Jul 30, 2023 | 12:25 PM

પાકિસ્તાનની જનતામાં ત્યાંની સરકાર વિશે ભારોભાર અસંતોષનો માહોલ જોવાઇ રહ્યો છે, ત્યાંની જનતા પણ મોદી સરકારના વખાણ કરતા થાકતી નથી, આવો જ એક સોશિયલ મીડિયામાં વીડિયો લોકો ખુબ જ જોઇ રહ્યા છે.

Viral Video : આજકાલ પાકિસ્તાનમાં પણ ભારતની મોદી સરકારની વાહવાહી થઇ રહી છે. પાકિસ્તાની લોકોમાં ભારતના વડાપ્રધાન મોદીને લઇને પોઝીટીવ રિસ્પોન્સ જોવાઇ રહ્યો છે. હાલમાં જ આવો એક યુટયુબ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ જોવાઇ રહ્યો છે. જેમાં આ વીડિયોમાં એક રિપોર્ટર ભારત વિશે એક સામાન્ય જનતાને પુછે છે ત્યારે જવાબ સાંભળીને દરેક ભારતીયની છાતી ફુલી જશે. પાકિસ્તાની જનતા જણાવે છેકે ભારતમાં પાકિસ્તાન જેવી સ્થિતિ નથી, ભારતમાં શાંતિ છે. જયારે પાકિસ્તાનમાં દરેક જગ્યાએ અશાંતિનો માહોલ છે.

પાકિસ્તાની ચૂંટણીના માહોલ અને ભારતના ચૂંટણીના માહોલ વિશે વાત કરતા આ વ્યક્તિએ કહ્યું કે કર્ણાટકમાં રાહુલ ગાંધીની પાર્ટી જીતી ગઇ, અને ભાજપની પાર્ટીને હાર મળી, છતાં ભારતમાં ક્યાંય અશાંતિનો માહોલ ન જોવાયો, કારણ કે પીએમ મોદી પોતાના દેશને પ્રેમ કરે છે, તેઓ બધું જ ભારત માટે કરે છે. જ્યારે પાકિસ્તાનમાં દરેક જગ્યા સત્તા માટે ખેંચતાણ છે. કયાંય શાંતિ જોવા મળતી નથી. ત્યાંના કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. આપણે ત્યાં છે તો અશાંતિ જ છે. અને, વાત વાતમાં આ વ્યક્તિ કાશ્મીરને ભારતને આપી દેવાનું પણ કહી રહ્યો છે. આ વ્યક્તિ પોતાનો આક્રોશ ઠલવતા કહે છે કે ભારત પાસે ઘણું બધું પાકિસ્તાને શીખવું જોઇએ. તમે પણ આ વીડિયો સાંભળીને ભારતના વખાણ સાંભળીને ખુશીનો અહેસાસ અનુભવશો,

પાકિસ્તાની જનતાનો લઘુમતિઓની સ્થિતિ અંગે રમુજી જવાબનો બીજો એક વીડિયો પણ વાયરલ

આવો જ એક બીજો યુટયુબ વીડિયો પણ લોકોને ખુબ જ ગમી રહ્યો છે. પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ પર ઇન્ટરવ્યુ લેનાર દ્વારા પ્રશ્ન પુછવામાં આવે છે. જે અંગે પાકિસ્તાનનો વ્યક્તિ હાસ્યાસ્પદ જવાબ આપી રહ્યો છે. ત્યારે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ ભારતના લઘુમતી અને પાકિસ્તાનના લઘુમતીઓની સ્થિતિ વિશે પુછે ત્યારે જવાબ આપનાર કહે છે અત્યારો થઇ રહ્યા છે. ત્યારે રિપોર્ટર કહે છેકે પાકિસ્તાનમાં એક સમયે 27 ટકા હિંદુ લઘુમતીઓ છે. જયારે અત્યારે પાકિસ્તાનમાં માત્ર 2 ટકાથી પણ ઓછા હિંદુઓ રહી ગયા છે. આ યુટયુબ વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિના રમુજ જવાબો લોકોને ખુબ જ માણી રહ્યા છે.

 

 

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:25 pm, Sun, 30 July 23

Next Video