આજના યુગમાં ટેક્નોલોજી આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે અને તે સંબંધોને મજબૂત કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહી છે. ઈન્ટરનેટની મદદથી કોઈ પણ વ્યક્તિ દુનિયાના ખૂણે ખૂણે હાજર પોતાના સંબંધીઓ સાથે વીડિયો કોલ દ્વારા સરળતાથી કનેક્ટ થઈ શકે છે.
આ પણ વાચો: માણસોની જેમ વાત કરતા શ્વાને કહ્યું આઈ લવ યુ! જુઓ આ અદ્ભૂત Viral Video
તમે ઘણીવાર તમારા મિત્રો અને સંબંધીઓ સાથે વીડિયો કોલ પર વાત કરતા હશો, જેના કારણે અંતરનો અહેસાસ ઘણો ઓછો થઈ જાય છે, પરંતુ શું તમે ક્યારેય બે શ્વાનને વીડિયો કૉલ પર વાત કરતા જોયા છે…? જો નહીં તો આ વીડિયો તમારા માટે છે.
વાયરલ થઈ રહેલા આ ક્યૂટ વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે બે સુંદર શ્વાન વીડિયો કૉલ દરમિયાન લાંબા સમય પછી એકબીજાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને આ વીડિયોમાં તેમની પ્રતિક્રિયા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ રસપ્રદ વીડિયોમાં જોવા મળેલ વીડિયો કોલમાં બે અલગ પડેલા ડોગ ફ્રેન્ડ્સ એકબીજાને મળતા જોઈને કોઈનું પણ દિલ પીગળી જશે. આ વીડિયો એવો છે કે શ્વાન પ્રેમીઓને સૌથી વધુ પસંદ આવી રહ્યો છે. જો તમે પણ પ્રાણીઓને પ્રેમ કરો છો તો તમે તેમની લાગણી જોઈને ભાવુક પણ થઈ શકો છો.
ઈન્સ્ટાગ્રામ રીલને કેપ્શન આપવામાં આવ્યું છે કે “જ્યારે તમે ખરેખર તમારા બેસ્ટીને મિસ કરો છો,” ત્યારે વીડિયો કોલ પર એકબીજાને મળતા બે શ્વાનનો આ વીડિયો જોવો તમારો દિવસ બની જશે. આ રીલને અત્યાર સુધીમાં વીસ હજારથી વધુ વખત જોવામાં આવી છે અને આ સંખ્યા દરરોજ વધી રહી છે. સોશિયલ યૂઝર્સે શ્વાનઓની પ્રતિક્રિયા ખૂબ જ પસંદ કરી છે અને કોમેન્ટ બોક્સ પર તેમની પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું કે તેમને ફરીથી એક બીજા સાથે લાવી દો! ” અન્ય યુઝરે લખ્યું, “આ ખૂબ જ ઈમોશનલ વીડિયો છે, મને રોવાનું આવી રહ્યું છે.”