Viral Video: ટ્રેન સાથે રીલ બનાવવી પડી ભારે, જુઓ કઈ રીતે ટ્રેન સાથે અથડાયું માથું

આ વ્યક્તિ રીલ બનાવવામાં એટલો મશગૂલ હતો કે ટ્રેનના હોર્ન વાગ્યા પછી પણ તે પાટા પરથી ખસતો નહોતો. અંતે, આ વ્યક્તિ ટ્રેક પરથી દૂર ખસી ગયો, પરંતુ તેની સાથે અકસ્માત થયો.

Viral Video: ટ્રેન સાથે રીલ બનાવવી પડી ભારે, જુઓ કઈ રીતે ટ્રેન સાથે અથડાયું માથું
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 06, 2023 | 3:56 PM

સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મુકવામાં પાછળ પડતા નથી. હાલમાં પણ રીલ બનાવવાનો શોખ બાળકોમાં એ રીતે છવાઈ ગયો છે કે તેઓ ખતરનાક સ્ટંટ પણ કરવા લાગે છે. રેલ્વે ટ્રેક પર રીલ બનાવવાને કારણે ઘણી વખત લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: Accident CCTV: હૈદરાબાદમાં કારે ત્રણ મહિલાઓને મારી ટક્કર, તમામનું ઘટનાસ્થળે જ મોત, જુઓ Viral Video

આવી ખતરનાક રીલ્સ બનાવવાનું બંધ કરવા માટે રેલ્વે દ્વારા ઘણી વખત જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે, પરંતુ લોકો તેને હળવાશથી લે છે અને જીવ જોખમમાં નાખે છે. આ દિવસોમાં ફરી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમારા રૂવાડા ઉભા કરી દેશે.

રીલ બનાવવાની ધૂનમાં ટ્રેન સાથે અથડાયું માથું

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્રણ લોકોને રીલ બનાવવાનો એટલો જુસ્સો છે કે તે બધા પોતાનો જીવ જોખમમાં મુકવાથી ડરતા નથી. આ વીડિયોમાં ત્રણ લોકો રેલવે ટ્રેક પર ઉભા છે અને બૂમો પાડી રહ્યા છે. તેમાં બે બાળકો દેખાય છે, જેમાંથી એકના હાથમાં કાચની બોટલ છે. તે જ સમયે, અન્ય એક બાળક ટ્રેક પર ટ્રેન નજીક આવવાની રાહ જોતો જોવા મળે છે.

 

Credit- Twitter@TacticalBuddy

 

ત્યારે જ તે ટ્રેક પર એક ટ્રેન આવે છે, ત્યારબાદ બે બાળકો ટ્રેક પરથી નીચે ઉતરે છે અને ટ્રેનને જોઈને બોટલ બતાવતા બૂમો પાડતા જોવા મળે છે. તે જ સમયે, ત્રીજો વ્યક્તિ ટ્રેનની ખૂબ નજીક આવ્યા પછી પાટા પરથી ઉતરી જાય છે.

જો કે ત્રીજા વ્યક્તિને રીલ બનાવવા માટેનો એટલો નશો હતો કે ખૂબ જ ઝડપે જતી ટ્રેનની નજીકથી વીડિયો શૂટ કરવા માંગે છે. ત્યારે અચાનક ટ્રેનનો એક ભાગ તેના માથા સાથે જોરથી અથડાય છે અને તે વ્યક્તિ જમીન પર પડી જાય છે.

અન્ય બાળકો પણ ત્યા હાજર હતા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં આ લોકો રીલ બનાવી રહ્યા છે, ત્યાં બીજા ઘણા બાળકો પણ હાજર છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો ઉપલબ્ધ છે, જેમાં રીલ બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવીને વ્યક્તિનું મોત થયું હતું. ઘણી વખત, ચાલતી ટ્રેનમાંથી લટકીને રીલ બનાવતી વખતે, ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાવાથી મૃત્યુ થયા છે.

નોંધ:  Tv9 આવા વીડિયોનો પ્રોત્સાહન કરતું નથી, આવા પ્રકારના જોખમી સ્ટંટ કરવા જીવલેણ બની શકે છે. 

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:54 pm, Thu, 6 July 23