Viral Video : બાઇક પર જગ્યા ઓછી પડતા મહિલાએ યુવતીને બેસાડવા લગાવ્યો જુગાડ, વીડિયો પર આવી ફની કોમેન્ટ

આ વીડિયોમાં લોકો બાઈક પર બેઠેલા લોકોની સંખ્યા જોઈને નવાઈ પામ્યા નથી, પરંતુ તેઓ બાઇક પર બેઠેલી એક મહિલાની સ્ટાઈલથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. હા, તમે આ પહેલા ભાગ્યે જ કોઈ મહિલાને આ રીતે મોટરસાઈકલ પર મુસાફરી કરતી જોઈ હશે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે.

Viral Video : બાઇક પર જગ્યા ઓછી પડતા મહિલાએ યુવતીને બેસાડવા લગાવ્યો જુગાડ, વીડિયો પર આવી ફની કોમેન્ટ
| Edited By: | Updated on: May 22, 2023 | 8:11 PM

ભારતમાં મોટરસાઈકલ કોઈ કારથી ઓછી નથી ! હા, આખો પરિવાર અહીં બાઇક પર આવે છે. પરિવારમાં ચાર લોકો હોય કે છ લોકો. ચોક્કસ, તમે સોશિયલ મીડિયા પર આવા ‘હેવી ડ્રાઇવરો’ના વીડિયો જોયા હશે, જેમાં એક બાઇક પર 5થી 7 લોકો સવારી કરે છે.

આ પણ વાચો: Viral Video : રેમ્પ વોક મોડલ્સની અનોખી ફેશન સેન્સ થઈ વાયરલ, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

પણ ભાઈ… આ વીડિયોમાં લોકો બાઈક પર બેઠેલા લોકોની સંખ્યા જોઈને નવાઈ પામતા નથી, પરંતુ બાઇક પર બેઠેલી એક યુવતીની સ્ટાઈલ તેમને આશ્ચર્યચકિત કરી રહી છે. હા, તમે આ પહેલા ભાગ્યે જ કોઈ મહિલાને આ રીતે મોટરસાઈકલ પર મુસાફરી કરતી જોઈ હશે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે.

યુવતીની બેસવાની સ્ટાઈલ વાયરલ

આ વાયરલ ઇન્સ્ટાગ્રામ રીલમાં, એમા જોઈ શકાય છે કે ડ્રાઇવર સહિત કુલ ચાર લોકો બાઇક પર સવાર છે. જેમાં ત્રણ મહિલાઓ છે. એક વ્યક્તિ બાઇક ચલાવતો માણસ જોવા મળ છે. જ્યારે તેની પાછળ મહિલાઓ બેઠી છે. પણ ભાઈ… જ્યારે લોકોએ ત્રીજી સ્ત્રીની બેસવાની સ્ટાઈલ જોઈ તો તેઓ દંગ રહી ગયા! કારણ કે તે મોટરસાઈકલની સીટ પર નહીં પરંતુ છેલ્લી મહિલાના ખોળામાં બેઠી છે. આ ક્લિપ જોયા બાદ લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે મહિલાને પાવરફુલ ગણાવી હતી તો કેટલાકે તે હેવી ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું. જો કે, ઘણા વપરાશકર્તાઓ કહી રહ્યા છે કે તે ખૂબ જોખમી છે. કૃપા કરીને આવી મુસાફરી કરશો નહીં.

 

 

અસલી ખતરો કે ખીલાડી

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર @candidvansh દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું- ઓ તેરી! આ વીડિયોને અત્યાર સુધીમાં 35 લાખ વ્યૂઝ અને 1.5 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ત્રીજી મહિલાની બેસવાની સ્ટાઈલ જોઈને લોકો ચોંકી જાય છે. કેટલાક યુઝર્સે લખ્યું – હરિયાણામાં આપનું સ્વાગત છે, જ્યારે કેટલાકે કહ્યું – આ ફક્ત ભારતમાં જ થઈ શકે છે. એક વ્યક્તિએ તો તેને અસલી ખતરોં કે ખિલાડી પણ કહ્યો હતો.

મહત્વનું છે અમે આ  વીડિયોનું  ખુબ જ જોખમી અને આ ડ્રાઈવરે હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવી રહ્યો છે. આ વીડિયોનું    TV 9  સમર્થન કરતું નથી