Viral Video: મહિલાએ એવો જોરદાર ડાન્સ કર્યો કે લોકો ડરી ગયા, વીડિયો જોયા પછી તમે પણ હસવું નહીં રોકી શકો

Viral Video: સોશિયલ મીડિયા પર એક મહિલાના ડાન્સનો એક ખૂબ જ વિચિત્ર વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દોડતી અને ડાન્સ કરતી જોવા મળી રહી છે, જે ખૂબ જ ડરામણી લાગે છે.

Viral Video: મહિલાએ એવો જોરદાર ડાન્સ કર્યો કે લોકો ડરી ગયા, વીડિયો જોયા પછી તમે પણ હસવું નહીં રોકી શકો
Viral Video
| Edited By: | Updated on: Mar 24, 2023 | 6:35 PM

Trending Dance Video:સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો સૌથી વધુ જોવામાં આવે છે, તેથી મોટાભાગના લોકો ટ્રેન્ડિંગ ગીતો પર રીલ્સ અને શોટ્સ બનાવતા કેપ્ચર થાય છે. ડાન્સ એક પેશન જેવું છે, જેમાં ઘણા લોકો સંપૂર્ણ રીતે ખોવાઈ જાય છે અને તેમની પળોને તલ્લીનતાથી માણે છે, પરંતુ કેટલીકવાર કેટલાક લોકોને ડાન્સનું એવું ભૂત ચડી જાય છે કે તેઓ વિચિત્ર ડાન્સ સ્ટેપ્સ કરવા લાગે છે જે જોવામાં અઘરા હોય છે. એક મહિલાના ડાન્સનો આવો જ એક વીડિયો પણ વાઈરલ થયો છે, જેને જોઈને તમે ખરેખર હસવુ નહીં રોકી શકો.

સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન બનવાને બદલે લોકપ્રિય થવાનું માધ્યમ બની ગયું છે. અહીં ક્યારે, કોણ વાયરલ થાય છે તે કહેવું મુશ્કેલ છે. હવે આ વીડિયોને જ લઈ લો જે વાયરલ થઈ રહ્યો છે, જે તેના વિચિત્ર ડાન્સ સ્ટેપને કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આ મહિલાનો ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર હંગામો મચાવી રહ્યો છે, લોકો તેને અહીં-ત્યાં ઝડપથી ડાન્સ કરતા જોઈને ગભરાઈ ગયા છે.

આ વીડિયો એક ફંક્શનનો છે જ્યાં ઘણા લોકો હાજર છે અને ગીતો વગાડીને પોતાનો સમય માણતા જોવા મળે છે. એક મહિલા એવી પણ છે જેનાથી અંદાજો લગાવી શકાય છે કે તે કંઈક ગાવાની છે, પરંતુ બીજી જ ક્ષણે તેણે જે કર્યું તે જોઈને તમારું હસવું રોકાશે નહીં. મહિલાએ માઈક હાથમાં લેતા જ જોરદાર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાનો ડાન્સ જોઈને તમે પણ ચોંકી જશો.

વીડિયો પર આવેલા લોકોની આ પ્રતિક્રિયાઓ

આ ફની વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ હસવાનું રોકી શક્યા નથી. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર મીમલોજી નામની આઈડીથી અપલોડ કરવામાં આવ્યો છે. યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કટાક્ષમાં લખ્યું કે ‘માઈકને કાન કે પરદે ફાડ દિયે…’ અન્ય યુઝરે મજાકમાં લખ્યું કે, ‘નેહા કક્કડનો ખૂબ જ દુર્લભ કોન્સર્ટ…’ અન્ય યુઝરે લખ્યું કે, “આને તો મને ડરાવી જ દિધો’ આમ ડાન્સ ન કરો દીદી….”

આ પણ વાંચો :Kili Paul Video: ‘તુ લગાવે જબ લિપસ્ટિક…’ પર Kili Paul નો ડાન્સ વીડિયો થયો વાયરલ, ચાહકોએ કહ્યું- તમે તો પવન સિંહને પણ ફેલ કરી દિધા