Pink Dolphin Viral Video: દરિયામાં ડૂબકી મારતી જોવા મળી ગુલાબી રંગની ડોલ્ફિન, Video જોઈને દંગ રહી જશો

|

Jul 22, 2023 | 6:13 PM

અનેક વખત દરિયામાંથી ખતરનાક જીવોના વીડિયો વાયરલ થયા છે. આ વખતે લુઇસિયાનાના દરિયાકિનારે ગુલાબી ડોલ્ફિન જોવા મળી હતી, જે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

Pink Dolphin Viral Video: દરિયામાં ડૂબકી મારતી જોવા મળી ગુલાબી રંગની ડોલ્ફિન, Video જોઈને દંગ રહી જશો
Image Credit source: Twitter

Follow us on

સમુદ્રના ઊંડાણમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. ઘણી વખત આવા ખતરનાક દરિયાઈ પ્રાણીઓ વીડિયોમાં જોવા મળ્યા છે, જેને જોઈને રૂવાડા ઉભા થઈ જશે. ક્યારેક તો દરિયાના ઊંડાણમાં જોવા મળતી શાર્ક માછલીઓ પણ કિનારે જોવા મળી છે.

આ પણ વાંચો: Viral Video: નાના બાળકોને કારમાં લઈ ફરતા માતા-પિતા માટે ચેતવણી રુપ ઘટના, બાળકીનું ગળું કારની બારીમાં ફસાયું, જુઓ ભયાનક Video

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

આવો અદ્ભુત વીડિયો ફરી એકવાર જોવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયોમાં ગુલાબી ડોલ્ફિન પાણીમાં સ્વિમિંગ કરતી જોવા મળી હતી. આના જેવી દુર્લભ ડોલ્ફિન ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે, મોટાભાગની ડોલ્ફિનનો રંગ આછો ભુરો હોય છે. વીડિયોમાં આ ગુલાબી ડોલ્ફિન ખૂબ જ સુંદર લાગી રહી છે.

પિંક ડોલ્ફિનનો વાયરલ વીડિયો

આ વીડિયો લુઇસિયાનાના કિનારે મેક્સિકોની ખાડીનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં ગુલાબી રંગની ડોલ્ફિન જોવા મળી હતી. આ વિડિયો એકદમ અદ્ભુત છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાણીના મોજા વચ્ચે એક ડોલ્ફિન પાણીમાંથી બહાર આવી રહી છે અને ફરી પાણીમાં ડૂબકી મારી રહી છે. થર્મન ગુસ્ટીને આ વીડિયો શૂટ કર્યો છે. તે આ વિસ્તારોમાં 20 વર્ષથી વધુ સમયથી માછીમારી કરે છે.

અગાઉ ગુલાબી ડોલ્ફિન પણ જોવા મળી હતી

અદ્ભુત દરિયાઈ જીવોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થયા છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ ગુલાબી ડોલ્ફિન જોવા મળી હતી. તે સમયે પણ લોકો આ ડોલ્ફિનને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અગાઉ જોવા મળેલી ગુલાબી ડોલ્ફીન હાલની ડોલ્ફીન કરતાં ડાર્ક હતી.

Credit-Twitter@BradBeauregardJ

આ વીડિયો @BradBeauregardJ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં આ ડોલ્ફિનને સુંદર ગણાવવામાં આવી છે. વીડિયોમાં આ ડોલ્ફિનનું આખું શરીર ગુલાબી રંગનું છે. ઘણી વખત સામાન્ય ડોલ્ફિન પણ દરિયા કિનારે પાણીની બહાર જોવા મળી હતી, જેની સાથે ઘણી વખત લોકો સેલ્ફી લેતા પણ જોવા મળ્યા છે. ભારતમાં સામાન્ય ડોલ્ફિનને નજીકથી જોવા માટે ઘણી જગ્યાઓ છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article