Indonesia: સોશિયલ મીડિયા પર રોજે-રોજ નવા વીડિયો જોવા મળે છે, જે મનને હચમચાવી નાખે તેવા વીડિયો વાયરલ થતા રહે છે, જેના વિશે વિચારીને આપણું મગજ ઘુમવા લાગે છે. હવે ઈન્ટરનેટ પર હાલના દિવસોમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. હકીકતમાં, અમે જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તેમાં એક વ્યક્તિનું માથું કારના સ્ટીયરિંગ વ્હીલમાં ફસાઈ ગયું છે. આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ વિચારે છે કે સ્ટિયરિંગ વ્હીલમાં હોલ તો બહુ નાનું છે, તો કોઈનું માથું તેમાં કેવી રીતે ફસાઈ શકે?
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિનું માથું સ્ટિયરિંગની અંદર ફસાઈ ગયું છે. તે વારંવાર તેનું માથું બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ કાઢી શકતો નથી. વ્યક્તિને જોઈને એવું લાગે છે કે તે તેની તમામ શક્તિ લગાવી રહ્યો છે, પરંતુ તેમ છતાં તે પોતાનું માથું સ્ટિયરિંગ માંથી બહાર કાઢી શકતો નથી. આ વીડિયો જોનાર દરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે સ્ટીયરીંગ હોલમાં કોઈનું માથું કેવી રીતે પ્રવેશી શકે તે હોલમાં તેટલી જગ્યા પણ નથી, તો પછી આ વ્યક્તિ સાથે આવું કેવી રીતે થયું?
વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કારની પાછળની સીટ પર બેઠેલો એક વ્યક્તિ શાંતીથી બેઠો છે અને હસી રહ્યો છે, પરંતુ તેના મિત્રને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો નથી. આ વીડિયોમાં એક વાત ધ્યાને લેવા જેવી છે કે જે વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો છે, તે તેને બચાવી કેમ નથી રહ્યો? આ વીડિયો ક્યાંનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે.
કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ આ વીડિયોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો છે. કારણ કે મુશ્કેલીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે કોઈ આગળ ન આવ્યું અને તેના મિત્રએ પણ તેની મદદ કરી ન હતી. આ વીડિયો lowslow.indonesia નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આના પર અત્યાર સુધીમાં 8.26 લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. આ ચોંકાવનારો વીડિયો કરોડો વખત જોવામાં આવ્યો છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો