વિશ્વમાં આવા ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ (Animal and Bird) છે, જે મનુષ્યની વાણીનું અનુકરણ કરે છે અથવા તો તેના કામનું અનુકરણ કરતાં જોવા મળે છે. આમાંનો એક વાંદરો પણ છે. વાસ્તવમાં, તમે વાંદરાને માણસોની જેમ કોઈ પ્રાણીને કે પંખીને ખવડાવતા જોયા હશે. તેના બચ્ચાને પણ અનોખી રીતે માનવોની જેમ જ ખવડાવતા હોય છે. તેને જોવું એક લ્હાવો છે.
પ્રાણી સંગ્રહાલયમાં (Zoo) પણ વાંદરાઓ તમને જોવા મળતા હોય છે. તે પણ તેના બચ્ચાને બધું શીખવતા હોય છે. અને અનુકરણ કરવામાં વાંદરાઓ અવ્વલ નંબર પર આવે છે. પરંતુ આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો એવી રીતે ચાલતો જોવા મળ્યો કે લોકો હસીને લોટપોટ થઈ ગયા છે.
ये छत्तीसगढ़ का बंदर है। देख लीजिए इसका स्टाइल। फ़ैन न हो जाएँ तो कहिएगा। छत्तीसगढ़ के बेमेतरा जिले का ये वीडियो वायरल है। pic.twitter.com/aaAZyOdV8j
— Gyanendra Tiwari (ABP News) (@gyanendrat1) July 13, 2022
આ વીડિયોમાં એક વાંદરો યોગ કરતો હોય તેવું લાગી રહ્યું છે. એક તળાવ જેવું લાગી રહ્યું છે. તેની ફરતી માટીની પાળી કરેલી છે જે ટેકરી જેવી લાગી રહી છે. તેના પર એક વાંદરો કૂદકો મારીને ચડે છે. બે-ત્રણ ડગલાં ચાલ્યા પછી તે ઉંધે માથે થઈને આગળના બે હાથ વડે ચાલવા લાગે છે. જાણે એવું જ લાગે છે કે તેને ક્યાંક યોગ શીખ્યા હોય અથવા તો બાબા રામદેવની શિબિરમાં જઈને આવ્યો હોય. આ વાંદરો થોડુંક ચાલીને આગળ જઈને બેસી જાય છે.
આ વીડિયો સોશિયલ મીડિયા ટ્વીટર એકાઉન્ટ Gyanendra Tiwariનાં નામ પર શેયર કરવામાં આવ્યો છે. અને કેપ્શનમાં લખ્યું છે કે, આ છત્તીસગઢનો વાંદરો છે. જૂઓ આની સ્ટાઈલ, ફેન ન બની જાવ તો કહેજો, છત્તીસગઢના બેમેતરા જિલ્લાનો આ વીડિયો વાયરલ થયો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
ટ્વીટર પર થોડા દિવસ પહેલાં વાયરલ થયેલાં આ વીડિયોને 394Kથી વધુ વખત જોવામાં આવ્યો છે તેમજ 1684 વાર રીટ્વીટ થયો છે. અને 12.1K જેટલી લાઈક મળી છે. એક યુઝરે કહ્યું કે-બંદર નહીં લંગુર છે ભાઈ..! બીજા અન્ય એક યુઝરે કહ્યું કે- બાબા રામદેવજીની ‘યોગ પ્રશિક્ષણ શિબિર’માં ભાગ લઈને આવ્યો છે. આવી જ અવનવી પ્રતિક્રિયાઓ લોકો આપી રહ્યા છે.