
આ દુનિયામાં ભલે ગમે તેટલી ખતરનાક વસ્તુઓ હોય, પરંતુ કુદરતથી વધુ ખતરનાક કોઈ નથી. મહાકાય ડાયનાસોર પણ કુદરત (Nature) સામે ટકી શક્યા ન હતા, તો બીજું કોઈ કેવી રીતે બચશે ? જો કુદરત ઇચ્છે, તો તે એક ક્ષણમાં વિશ્વનો અંત લાવી શકે છે. આના જીવતા જીવતા દાખલા એક વાર નહિ પણ ઘણી વખત જોવા મળ્યા છે. ક્યારેક ભયંકર ભૂકંપ, ક્યારેક સુનામી (Tsunami) તો ક્યારેક ધગધગતા જ્વાળામુખીએ અનેક શહેરોને તબાહ કરી નાખ્યા છે.
આવા વંટોળ (whirlwind) અને વાવાઝોડાં (Storms) પણ ઓછા નથી હોતા. તમે નાના-નાના વંટોળ અથવા તોફાનો જોયા હશે, પરંતુ ક્યારેક કુદરત એવા ખતરનાક રૂપ બતાવે છે કે તેને જોઈને આત્મા પણ કંપી જાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર (Social Media) આવા તોફાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો. આટલું મોટું અને ભયાનક તોફાન તમે ભાગ્યે જ જોયું હશે.
વાયરલ વીડિયોમાં દેખાતું વાવાઝોડું વાસ્તવમાં રેતીનું તોફાન છે, જે ભૂતકાળમાં ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ઉભું થયું હતું અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રેતીનું તોફાન કેટલું ભયાનક દેખાઈ રહ્યું છે. જાણે આખું આકાશ પોતાની બાહોમાં લીધું હોય. વાવાઝોડાને કારણે આકાશ અંધારું થઈ ગયું છે, સૂર્યપ્રકાશ ધીમો પડી ગયો છે અને તોફાન તેના ઉગ્ર સ્વરૂપમાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું એટલું ડરામણું છે કે રસ્તા પર લોકો પોતાની કાર દોડાવી રહ્યા છે અને શક્ય તેટલી ઝડપથી તોફાનથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
DRAMATIC: Massive sandstorm rips through China
Follow us on Gab: https://t.co/IuhLFQBiZE pic.twitter.com/wnw4wLe39C
— RT (@RT_com) July 25, 2022
રેતીનું આ ભીષણ તોફાન જાપાનમાં આવેલી સુનામીથી ઓછું નથી લાગતું. તમને 2011માં જાપાનમાં આવેલો ભયાનક ભૂકંપ અને ત્યાર બાદ આવેલી સુનામી યાદ હશે. કુદરતના આ ભયંકર પ્રકોપને કારણે હજારો લોકો કાળનો કોળિયો થઈ ગયા હતા. પણ આ તોફાનથી કોઈને નુકસાન થયું નથી, પરંતુ સીએનએનના અહેવાલ મુજબ, આ તોફાન લગભગ 4 કલાક સુધી ચાલ્યું હતું. જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો, લોકોએ ઘરોમાં આશરો લેવો પડ્યો હતો.