Swiggy Trolled For Holi Billboard : હોળીના હિન્દુ તહેવાર પહેલા સોશિયલ મીડિયા પબ્લિક ફૂડ ડિલિવરી એપ સ્વિગી પર લોકોનો પારો ઉંચો થઈ ગયો છે. વાસ્તવમાં લોકો હોળીની ઉજવણીને લઈને સ્વિગી ઈન્સ્ટામાર્ટના બિલબોર્ડને લઈને ગુસ્સે છે. સ્વિગીની જાહેરખબરની વાયરલ તસવીર અનુસાર, ઈંડું ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે, તેને કોઈના માથા પર તોડીને તેનો બગાડ ન કરો. બિલબોર્ડ પર #BuraMatKhelo હેશટેગ પણ મૂકવામાં આવ્યું છે. ટ્વિટર પર હેશટેગ #HinduPhobicSwiggy ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોનું કહેવું છે કે સ્વિગીએ આવું કરીને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. લોકોએ સ્વિગી એપને ‘હિન્દુફોબિક’ ગણાવીને Uninstall કરવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો : Heart Touch Video : સાઈકલ સવાર Zomato ડિલિવરી બોયનો Swiggy એજન્ટે આ રીતે પકડ્યો હાથ, લોકોને જય-વીરુની મિત્રતા આવી યાદ
સ્વિગીના બિલબોર્ડે લોકોને એટલા પરેશાન કર્યા છે કે તસવીર વાયરલ થતાં જ ઘણા લોકોએ સ્વિગીની એપને અનઇન્સ્ટોલ કરી દીધી હતી. લોકો પૂછે છે કે આવી જાહેરાતો માત્ર હિંદુ તહેવારોમાં જ કેમ આવે છે? અન્ય બિન હિન્દુ તહેવારો પર આવું જ્ઞાન કેમ નથી? એક યુઝરે સ્વિગીને પૂછ્યું છે કે શું તેઓ ઈદના અવસર પર આવા બિલબોર્ડ લગાવશે કે, જેમાં મુસ્લિમોને બકરાની કતલ કરવાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘તમારા હિન્દુફોબિયાને અમારા તહેવારોથી દૂર રાખો અને ચાલો આપણે આપણી રીતે હોળી ઉજવીએ.’
Holi Reel & Billboard of @Swiggy is disrespectful towards a festival celebrated by millions
Why no such gyan on other non-Hindu festivals?
Swiggy must apologise to Hindus for its intentional mistake #HinduPhobicSwiggy pic.twitter.com/mxfLcHBCSC— Ramesh Solanki🇮🇳 (@Rajput_Ramesh) March 7, 2023
– @Swiggy did you put up the same billboard during Eid, asking Muslims to refrain from slaughtering goats or during Christmas urging Christians to not cut down trees? Keep your Hinduphobia out of our festivals and let us celebrate Holi the way we want. #HinduPhobicSwiggy pic.twitter.com/Nx4uYPqpr9
— Mithie (@_ahania) March 7, 2023
અન્ય એક યુઝરે લખ્યું છે કે, સ્વિગીની હોળી રીલ અને બિલબોર્ડ લાખો લોકો દ્વારા ઉજવાતા હોળીના તહેવારનું અપમાન છે. સ્વિગીએ જાણી જોઈને કરેલી આ ભૂલ માટે હિંદુઓની માફી માંગવી જોઈએ.
અન્ય યુઝર કહે છે કે, હોળી એક એવો તહેવાર છે, જે લોકોને એક સાથે લાવે છે પરંતુ સ્વિગી ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે.