AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: પૂરપાટ ઝડપે બાઈકથી કરી રહ્યો હતો ખતરનાક સ્ટંટ, બેલેન્સ બગડતા થયું કંઈક આવું

ઘણીવાર બાઈકર્સ લોકોનું ધ્યાન ખેંચવા માટે ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકતા ખતરનાક બાઇક સ્ટંટ કરતો દેખાઈ રહ્યો છે.

Video: પૂરપાટ ઝડપે બાઈકથી કરી રહ્યો હતો ખતરનાક સ્ટંટ, બેલેન્સ બગડતા થયું કંઈક આવું
Bike Stunts
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 6:47 AM
Share

દુનિયાના દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે એક મોંઘી બાઈક હોય, જેને તે પૂરપાટ ઝડપે દોડતા અદ્ભુત સ્ટંટ કરીને બતાવી શકે. જેઓ પાસે બાઇક છે તેમાંથી કેટલાક પોતાના જીવની પરવા કર્યા વિના ખતરનાક સ્ટંટ (Dangerous Stunts)કરતા જોવા મળે છે.

ઘણી વખત, જ્યાં આ સ્ટંટ તેમને પ્રખ્યાત બનાવે છે, ક્યારેક આ તેમના માટે ભારે પણ પડી જાય છે. હાલના (Social Media) દિવસોમાં આવો જ એક સ્ટંટ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ (Viral Videos) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ઘણા લોકો ઉભા છે, તેમની વચ્ચે એક છોકરો તેની બાઇક ચલાવીને આવે છે અને તે લોકોની વચ્ચે તેની મોંઘી બાઇક સાથે સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે. સ્ટંટને સફળ બનાવવા માટે યુવક પહેલા હાઈસ્પીડ બાઇક ચલાવીને આવે છે અને કરતબ બતાવે છે, પરંતુ થોડીવાર પછી કંઈક એવું થાય છે કે તેનું બેલેન્સ બગડી જાય છે અને તે બાઇક સાથે પડી જાય છે.

લોકો આ વીડિયો ક્લિપને માત્ર એકબીજા સાથે શેર જ નથી કરી રહ્યાં પરંતુ તેના પર અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યાં છે. લોકો સમજી શકતા નથી કે આવા ખતરનાક કૃત્ય કરવા માટે વ્યક્તિની હિંમતની પ્રશંસા કરવી કે તેની મૂર્ખતા પર હસવું.

વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે સ્ટંટ કરવાની પ્રક્રિયામાં લોકો ખરેખર પોતાના જીવનની પરવા કરતા નથી. તે જ સમયે અન્ય એક યુઝરે કહ્યું કે આ એક જીવલેણ સ્ટંટ છે. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે મને ખબર નથી કે લોકો ક્યારે સમજશે કે તેમની ભૂલ કોઈનો પણ જીવ લઈ શકે છે.

આ વીડિયો ભારતીય પોલીસ સેવાના અધિકારી દિપાંશુ કાબરાએ ટ્વિટર (Twitter)પર શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે, ‘મુખર્તા ઝડપની, રોડ પર ન બતાવો, લાખો વ્યૂઝ મળે પણ જીવ નહીં બચી શકે’ રોડ અને વાહન ‘સ્ટંટ મર્દાનગી પ્રદર્શન’ માટે નથી.

માતા-પિતા તેમના બાળકોની #OnRoad & Online activates પર નજર રાખે. ક્યાંક તેમની એક ભૂલ તમારા માટે આજીવન પસ્તાવો ન બની જાય. આપને જણાવી દઈએ કે બાઈક પર સ્ટંટ (Bike Stunts) કરવાને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. આવી સ્થિતિમાં બાઇક દ્વારા સ્ટંટીંગ ન કરવું કારણ કે આપણી જરા પણ ભૂલ પળવારમાં શોકનું રૂપ લઇ શકે છે.

આ પણ વાંચ: Farmer’s Protest: ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાના નિર્ણય પર ગુરુવારે સંયુક્ત મોરચાની મળશે બેઠક, સરકારના નવા પ્રસ્તાવ પર બને છે સંમતિ

આ પણ વાંચ: Helicopter Crash: સંજય ગાંધી, માધવ રાવ સિંધિયાથી લઈને પૂર્વ મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડી સુધી આ દિગ્ગજોએ વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">