Earthquake Video: ભૂકંપથી ધ્રૂજી બિલ્ડીંગ, પણ પાકિસ્તાની ટીવી એન્કર વાચતો રહ્યો સમાચાર, જુઓ ભૂકંપનો LIVE Video

અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપે અનેક લોકોના જીવ લીધા હતા, સેંકડો લોકો ઘાયલ થયા છે. કેટલાક વિસ્તારોમાં ઈમારતો ધરાશાયી થઈ હતી અને રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. આવી સ્થિતિમાં પણ એક હિંમતવાન એન્કર કામ કરી રહ્યો હતો.

Earthquake Video: ભૂકંપથી ધ્રૂજી બિલ્ડીંગ, પણ પાકિસ્તાની ટીવી એન્કર વાચતો રહ્યો સમાચાર, જુઓ ભૂકંપનો LIVE Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Mar 22, 2023 | 3:12 PM

ગઈકાલે રાત્રે ભૂકંપના આંચકાથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન અને ભારતના અનેક વિસ્તારો હચમચી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર હિન્દુકુશ ક્ષેત્રમાં જુર્મ શહેર હતું, જ્યાં રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સેંકડો લોકો ઘાયલ થયા હતા અને ઘણા લોકો માર્યા ગયા હતા.

આ પણ વાચો: આજ કી ​​રાત હૈ જિંદગી, કલ હમ કહા, તુમ કહા… આ સોન્ગ પર ડાન્સ કરતા અધિકારીનું થયું મોત, જુઓ Viral Video

મંગળવારે રાત્રે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પાકિસ્તાનમાં એક ન્યૂઝ ચેનલની ઈમારત પણ ધરાશાયી થતા બચી ગઈ હતી. આ ઘટના પેશાવરની છે, જ્યાં ભૂકંપ વખતે પણ સ્થાનિક પુશ્તો ટીવી ચેનલ ‘મહાશરિક ટીવી’ના એન્કર શો કરી રહ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તે વીડિયો જોઈને તમે સમજી શકશો કે તે સમયે ત્યાં શું થઈ રહ્યું હતું.

 

 

ભૂકંપના કારણે આખી ઇમારત ધ્રૂજી ઉઠી હતી

આ વીડિયોમાં ટીવી ચેનલની ઈમારત સ્પષ્ટપણે ધ્રૂજતી જોઈ શકાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન એન્કરિંગ કરી રહેલા એક એન્કર ગભરાયા વગર પોતાના સમાચાર પુરા કર્યા હતા, તેનું ટેબલ, લેપટોપ અને તે પોતે પણ ભૂકંપના કારણે ધ્રૂજી રહ્યો હતો, પરંતુ તેણે પોતાનો શો ચાલુ રાખ્યો હતો.

એન્કરના વખાણ કરી રહ્યા છે લોકો

આ વીડિયો ટ્વિટર પર રાત્રે 12 વાગ્યે અપલોડ કરવામાં આવ્યો હતો, જેને 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, સેંકડો લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. ઘણા લોકો એન્કરની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વીટ કર્યું કે, આવી સ્થિતિમાં, જ્યારે પાકિસ્તાનની અંદર ભૂકંપે અનેક લોકોના જીવ લીધા, તે સમયે પણ આ એન્કર પોતાના જીવની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી રહ્યો હતો.

પાકિસ્તાનમાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ

પાકિસ્તાની મીડિયા ‘જિયો ન્યૂઝ’ અનુસાર, 22 માર્ચની રાત્રે આવેલા ભૂકંપમાં 9 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 302થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.6 હતી.