માતાએ 7 વર્ષના બાળકને RRRની સ્ટોરી સમજાવવા માટે બનાવી કોમિક બુક, જુઓ Viral Video

ફિલ્મ 'આરઆરઆર' આ દિવસોમાં જાપાનના થિયેટરોમાં દર્શકોને ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે એક જાપાની માતાએ તેના 7 વર્ષના બાળકને ફિલ્મ સમજવામાં મદદ કરવા માટે 'આરઆરઆર' ફ્લિપ બુક બનાવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

માતાએ 7 વર્ષના બાળકને RRRની સ્ટોરી સમજાવવા માટે બનાવી કોમિક બુક, જુઓ Viral Video
RRR comic book viral video
| Edited By: | Updated on: Mar 28, 2023 | 5:00 PM

‘આરઆરઆર’ની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે. હાલમાં 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટેનો ઓસ્કાર જીતનાર આ ફિલ્મે એક જાપાની માતાનું ધ્યાન ખેંચ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એક ‘આરઆરઆર’ ફેન એકાઉન્ટે તાજેતરમાં જ જાપાની માતાએ તેના બાળક માટે દોરેલી કોમિક બુકનો વીડિયો શેયર કર્યો છે.

7 વર્ષના બાળક માટે માતાએ બનાવી કોમિક બુક

એક મહિલાએ તેના 7 વર્ષના પુત્રને સમજવામાં સરળતા રહે તે માટે એક સચિત્ર વાર્તા પુસ્તક બનાવ્યું. આ વાયરલ વીડિયોમાં મહિલા પેજ ફેરવે છે, તેમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરના સુંદર ચિત્રિત પાત્રોની ઝલક જોવા મળે છે. કેપ્શન લખ્યું છે કે જાપાની માતાએ આરઆરઆર મૂવી માટે સંપૂર્ણ સચિત્ર વાર્તા પુસ્તક બનાવ્યું. તેણીએ વિચાર્યું કે તેના 7 વર્ષના પુત્રને સબટાઈટલ સાથે 3 કલાકની મૂવી જોવામાં મુશ્કેલી પડશે.

સોશિયલ મીડિયા પર જોવા મળ્યો આરઆરઆર સ્ટાર્સનો જાપાનીઝ લુક

એટલું જ નહીં સોશિયલ મીડિયા પર જાપાની ફેન્સ ફિલ્મના પાત્રોના જાપાનીઝ લુકને શેયર કરી રહ્યા છે. આ પોસ્ટમાં એનીમેશન સ્ટાઈલમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર જોવા મળે છે. આવી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ

તમને જણાવી દઈએ કે ‘આરઆરઆર’ એ જાપાનમાં ધમાકેદાર કમાણી ચાલુ રાખી છે. આ ફિલ્મને 209 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ સિવાય 31ને આઈ મેક્સ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. આરઆરઆર ફિલ્મ જાપાનના 44 શહેરોમાં રિલીઝ થઈ છે. જ્યાં ફિલ્મને ઘણો પ્રેમ મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે ફિલ્મ ‘આરઆરઆર’ જાપાનમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે.

આ પણ વાંચો : Funny Viral video : વાનરે તેના સાથી વાનરનો કર્યો મેકએપ, વીડિયો જોયા પછી લોકોએ પૂછ્યું – શું તે બ્યુટિશિયન છે?

ફિલ્મમાં છે આ સ્ટાર્સ

‘આરઆરઆર’માં એનટીઆર જુનિયર, રામ ચરણ, અજય દેવગન, આલિયા ભટ્ટ અને શ્રિયા સરન છે. આ ફિલ્મ બે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ, અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની કાલ્પનિક વાર્તા અને બ્રિટિશ રાજ સામેની તેમની લડાઈને દર્શાવે છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…