સરકાર દ્વારા 54 ચીની એપ પર બેન લાગતા જ ટ્વિટર પર છવાયા મીમ્સ, યુઝર્સે કહ્યું ‘કલેજાને ઠંડક મળી ગઈ’

|

Feb 14, 2022 | 2:55 PM

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું કે આ એપ્સ ભારતીય યુઝર્સના સંવેદનશીલ ડેટાને ચીન (China) જેવા વિદેશી દેશોમાં ટ્રાન્સફર કરી રહી છે. ટ્વિટર પર સમાચાર આવ્યા ત્યારથી 54 Chinese ટ્રેન્ડમાં છે.

સરકાર દ્વારા 54 ચીની એપ પર બેન લાગતા જ ટ્વિટર પર છવાયા મીમ્સ, યુઝર્સે કહ્યું કલેજાને ઠંડક મળી ગઈ
funny memes (Image Credit Source: Twitter)

Follow us on

ભારત સરકારે (Indian Government) રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચીનની 54 એપ (Chinese Apps Ban in India) પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું કે આ એપ્સ ભારતીય યુઝર્સના સંવેદનશીલ ડેટાને ચીન (China) જેવા વિદેશી દેશોમાં ટ્રાન્સફર કરી રહી છે. ટ્વિટર પર સમાચાર આવ્યા ત્યારથી 54 ચાઈનીઝ એપ ટ્રેન્ડમાં છે. ભારતીય યુઝર્સ આ નિર્ણય માટે મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. આ સાથે લોકો ફની કમેન્ટ્સ અને મીમ્સ પણ શેર કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી તેમનું કલેજૂં ઠંડુ થયું છે.

આપને જણાવી દઈએ કે જે 54 એપ્સ બેન થઈ છે, તેમાંથી ઘણી મોટી ચીની ટેક્નોલોજી કંપનીઓ જેવી કે Tencent, Alibaba અને ગેમિંગ કંપની NetEaseની છે. આ દરમિયાન ટ્વિટર પર યુઝર્સ બોલિવૂડ ફિલ્મોના સીન અને ફની કાર્ટૂન દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સિવાય ઘણા યુઝર્સ મીમ્સ દ્વારા મોદી સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. તો ચાલો પસંદ કરેલ મીમ્સ પર એક નજર કરીએ.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

જૂન 2020માં, ભારતે સૌપ્રથમ ચાઈનીઝ એપ્સ પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી. પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારતીય સેના વચ્ચે હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોના શહીદ થયા બાદ આ કાર્યવાહી થઈ છે. અત્યાર સુધીમાં 224 એપ્સને પ્રતિબંધિત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં પ્રતિબંધિત ચાઈનીઝ એપ્સમાં Tiktok, Shareit, WeChat, Helo, Like, UC News, Bigo Live, UC Browser, ES File Explorer અને Mi Community જેવી લોકપ્રિય એપ્લિકેશનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Trending: સોશિયલ મીડિયા પર ValentinesDay2022 થઈ રહ્યું છે ટ્રેન્ડ, જુઓ ફની Memes

આ પણ વાંચો: History of Election Ink: શું તમને ખબર છે કે મતદાન દરમિયાન આંગળી પર લગાડવામાં આવતી શાહીનો શું છે ઈતિહાસ? નથી ખબર તો વાંચો આ પોસ્ટ

Next Article