Viral Video : 5 વર્ષના બાળકે પિયાનો પર વગાડી અદ્ભુત ધૂન, સાંભળીને લોકો થયા મંત્રમુગ્ધ

આ અદ્ભુત વીડિયોને (Amazing Video) @historyinmemes નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. બે મિનિટ 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Viral Video : 5 વર્ષના બાળકે પિયાનો પર વગાડી અદ્ભુત ધૂન, સાંભળીને લોકો થયા મંત્રમુગ્ધ
5 year old boy playing piano
| Edited By: | Updated on: May 25, 2022 | 9:38 AM

આ દુનિયામાં કલાકારોની (Artists) કમી નથી. એક કરતાં વધુ સુંદર કલાકાર છે, જેઓ પોતાની અદભૂત કળાથી દુનિયાને ચોંકાવી દે છે. આજકાલના બાળકો તેમના જેટલા જ પ્રતિભાશાળી જન્મે છે. નાની ઉંમરે તેમનામાં એવી પ્રતિભા જોવા મળે છે જે વડીલોમાં જોવા મળતી નથી. તમે આવા ઘણા બાળકો જોયા હશે, જેઓ ગાવાથી લઈને ડાન્સ (Dance) કરવામાં અને સંગીત (Music) વગાડવામાં પણ નિષ્ણાંત હોય છે. આવા બાળકો સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા હોય છે. જેને જોઈને લોકો દંગ રહી જાય છે અને આશ્ચર્ય થાય છે કે આટલી નાની ઉંમરમાં બાળકમાં આટલી ટેલેન્ટ ક્યાંથી આવી? આજકાલ આવા નાના બાળકનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તેણે જે સુંદર રીતે પિયાનો વગાડ્યો છે તેને સાંભળીને કોઈપણ મંત્રમુગ્ધ થઈ શકે છે.

બાળકનું નામ અલ્બર્ટો કાર્ટુકિયા સિન્ગોલાની (Alberto Cartuccia Cingolani) હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે ઈટાલીનો રહેવાસી છે. આ પાંચ વર્ષના બાળકની આંગળીઓમાં જાદુ છે. પિયાનો પર હાથ ફેરવતાની સાથે જ એવી સુંદર ધૂન નીકળે છે કે લોકો એ સંગીતમાં ડૂબી જાય છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળકની આંગળીઓ પિયાનો પર ઝડપથી આગળ વધી રહી છે. આ ઉંમરે જ્યાં મોટાભાગના બાળકોને અંગ્રેજીનો આખો શબ્દ યાદ નથી, જ્યારે આ બાળકને પિયાનોની બધી ‘KEY’ યાદ છે અને તે મસ્તીમાં ધૂન વગાડી રહ્યો છે. આટલું જ નહીં, બાળકને પિયાનો વગાડતા જોવા માટે ઘણા લોકો ત્યાંથી એકઠા થયા છે અને ઘણા લોકો પોત-પોતાના ફોનના કેમેરામાં બાળકની આ અનોખી પ્રતિભાને કેદ પણ કરી રહ્યા છે.

વીડિયો જુઓ……

આ અદ્ભુત વીડિયોને @historyinmemes નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. બે મિનિટ અને 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઈક કર્યો છે અને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે ‘બાળકના પરફોર્મન્સમાં કેટલો વિશ્વાસ છે, આ એક અદ્ભુત વીડિયો છે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે બાળકની આ પ્રતિભા લાજવાબ છે.