
ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના જીગના પોલીસ સ્ટેશન વિસ્તારમા એક આકર્ષક અને અદ્દભૂત દૃશ્ય જોવા મળ્યુ છે. અહીં આવેલા પરમાનપુર ગામમાં ગંગા ઘાટ પર પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળ્યો. ગંગા નદીમાંથી અચાનક જળ ઉપરની તરફ વહેતુ જોવા મળ્યુ. ગંગામાંથી ઉઠતી લહેરોમાંથી ઉછળતો જળસ્તંભ આકાશ તરફ વાદળોમાં સમાઈ ગયો. આ પ્રક્રિયા લગભગ અડધા કલાક સુધી જોવા મળી. આ દરમિયાન નદી કિનારે રહેલા યુવક યુવતીઓએ આ અદ્દભૂત ક્ષણના નજારાને તેમના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી. તેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ના હવામાન નિષ્ણાંત પ્રો. મનોજ શ્રીવાસ્તવ કહે છે કે આ એક સંપૂર્ણપણે કુદરતી ઘટના છે. ગંગાના વાતાવરણમાં ઉંચા તાપમાન અને ઓછા હવાના દબાણને કારણે પાણીનો સ્તંભ નદી કે સમુદ્રમમાંથી ઉપર ઉઠે છે અને વાદળો તરફ જાય છે. આ ઋતુમાં આવી ઘટનાઓ અવારનવાર બને છે. તેને સામાન્ય રીતે વાવાઝોડા જેવી ઘટના સાથે જોડીને સમજી શકાય છે. જેમ વાવાઝોડા દરમિયાન ધૂળ ઉડે છે અને નદી કે સમુદ્રમાંથી પાણીના સ્તંભ ઉપરની તરફ ઉઠે છે. આ પ્રક્રિયા એ જ જગ્યાએ થાય છે જ્યાં પાણીનુ તાપમાન વધારે હોય છે અને હવાનું દબાણ ઓછુ હોય છે.
જુઓ Video
यूपी में मिर्जापुर में अद्भुत नजारा दिखाई दिया। यहां बादलों ने गंगा के पानी को अपनी ओर खींचा। यह नजारा जिगना थाना क्षेत्र के परमानपुर गांव में हुआ और लोगों की भीड़ ने अपनी आखों से इसे देखा और वीडियो बनाया। यह वीडियो अब सोशल मीडिया पर वायरल हो रहा है। pic.twitter.com/K5FDJSN9Zf
— yogesh hindustani (@yogeshhindustan) September 6, 2025
પ્રોફેસર મનોજ કુમાર શ્રીવાસ્તવ જણાવે છે કે આ હવાના બદલાતા દબાણને કારણે થાય છે. નદી, સમુદ્ર કિનારે અને રણપ્રદેશ જેવા વિસ્તારોમાં અવારનવાર આવુ જોવા મળે છે. પરંતુ જ્યારે તે મોટુ સ્વરૂપ લે છે તો તે તોફાનમાં પરિવર્તિત થઈ જાય છે. તેને વોટર સ્પાઉટ કે જળસ્તંભ પણ કહે છે.