
બિહાર(Bihar)ના સીતામઢી (Sitamarhi)માં માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચેલા 8 વર્ષના બાળકનો વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાળકે રડતા રડતા પોલીસકર્મીઓને તેની માતા દ્વારા માર પડવાની વાત કહી હતી. આ 8 વર્ષના બાળકનું નામ શિવમ કુમાર છે, જે ચંદ્રિકા માર્કેટ સ્ટ્રીટમાં રહેતા સંદીપ ગુપ્તાનો પુત્ર છે. નગર પોલીસ થાણાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ(Viral) થઈ રહ્યો છે.
આ વીડિયોમાં શિવમે જણાવ્યું કે જ્યારે તેણે માતા સોની દેવી પાસે ખાવાનું માંગવા ગયો તો માતાએ તેને માર માર્યો હતો. વધુમાં બાળકે કહ્યુ કે માતા તેને સમયસર ખાવાનું પણ નથી આપતી. બાળકની આ વાત સાંભળી SHO રાકેશ કુમારે બાળક માટે ભોજન મગાવી તેને વ્યવસ્થિત જમાડ્યો હતો અને ત્યારબાદ તેને સમજાવીને તેના ઘરે મોકલ્યો હતો.
— अजीत तिवारी (@ajittiwari24) September 13, 2022
આ ઘટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ચંદ્રિકા માર્કેટ ગલીનો છે. અહીં એક 8 વર્ષનો બાળક તેની માતાની મારપીટની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો એ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બાળકે રડતાં રડતાં જ્યારે SHO રાકેશ કુમારને કહ્યું કે મારી માતા મને ખાવાનું નથી આપતી, જો હું ખાવાનું માંગુ તો તે મને મારે છે. બાળકની ફરિયાદ સાંભળીને ચોંકી ગયેલી પોલીસે પહેલા બાળક માટ ખાવાનું મગાવ્યુ અને તેને વ્યવસ્થિત જમાડ્યો હતો. ત્યારબાદ સમજાવીને તેને પરિવારના સભ્યો સાથે ઘરે મોકલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બાળકના પિતા બહાર રહે છે. તો બાળકને માર મારવા અંગે માતા કહે છે કે જ્યારે તે બહુ તોફાન કરે તો ક્યારેક તે તેની પીટાઈ કરે છે.
હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળક કહી રહ્યો છે કે તેનું નામ શિવમ છે અને તે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે કહ્યું કે જ્યારે તે તેની માતા પાસેથી ખાવાનું માંગે છે તો તે તેને માર મારે છે. બાળકનો આરોપ છે કે તેને સમયસર ભોજન પણ મળતું નથી. વીડિયો અનુસાર બાળકે કહ્યું કે તેના દાદા-દાદી પણ ઘરે આવી ગયા છે. જ્યારે તે બોલે છે, ત્યારે તે તેમને ઠપકો પણ આપે છે.