ગૂગલ (Google)માલિકીનું વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube)એ ભારતમાં તેના પ્લેટફોર્મ પર હેલ્થની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે બે નવા ફિચર્સ રજૂ કર્યા છે. આ બે ફિચર્સ હેલ્થ સોર્સ ઈન્ફોર્મેશન પેનલ (Health Source Information Panel) અને હેલ્થ કન્ટેન્ટ શેલ્વ્સ (Health Content Shelves)છે. આના દ્વારા યુઝર્સ વેરિફાઈડ સોર્સના ડેટાને ઓળખી શકશે. આ ખાસ ફીચર્સ લાવવાનો ઉદ્દેશ્ય યુટ્યુબના માધ્યમથી સ્વાસ્થ્યને લગતી ફેલાઈ રહેલી ખોટી માહિતીમાંથી યુઝર્સને વિશ્વસનીય અને ભરોસાપાત્ર માહિતી પૂરી પાડવાનો છે. ભારતમાં, આ બંને સુવિધાઓ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફીચર્સ યુ.એસ.માં પહેલેથી જ ઉપલબ્ધ છે.
યુટ્યુબના હેલ્થકેર અને પબ્લિક હેલ્થના ડિરેક્ટર અને ગ્લોબલ હેડ ગાર્થ ગ્રેહામે જણાવ્યું હતું કે, “અમારું મિશન ઉચ્ચ ગુણવત્તાની, સત્તાવાર આરોગ્ય માહિતીની સાચી સમાન ઍક્સેસ પ્રોવાઈડ કરવાનું છે જે પુરાવા આધારિત છે, પરંતુ તેટલું જ મહત્વપૂર્ણ છે, તે સાંસ્કૃતિક, સંબંધિત અને આવશ્યક છે. આ અભિગમ સારવાર સંબંધિત ખોટી માહિતી સામે લડવાના અમારા ચાલુ પ્રયાસોને મજબૂત બનાવે છે.
જ્યારે વપરાશકર્તા સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ માહિતી શોધે છે ત્યારે આ ફિચર્સ શરૂ થઈ જાય છે. માન્ય આરોગ્ય સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓના વીડિયો હેઠળ ‘હેલ્થ સોર્સ ઈન્ફોર્મેશન પેનલ્સ’ દેખાશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ Apollo Hospitals દ્વારા કેન્સર પર વીડિયો જોઈ રહી હોય, તો તેના તળિયે એક લેબલ દેખાશે, જે દર્શાવે છે કે તે વિશ્વસનીય સ્ત્રોતમાંથી છે.
આ પણ વાંચો: Tech Tips: WhatsApp પર આવેલા મેસેજ સાચા છે કે ફેક, આ રીતથી કરો તપાસ
આ પણ વાંચો: Viral: એક સાથે સ્કૂટી પર એટલા લોકોને બેસાડીને નીકળ્યો શખ્સ, લોકોએ કહ્યું ‘ઘરે કોઈ રહ્યું છે કે નહીં’