તમારો ફોન Expire Date વાળો તો નથી ને ? હેકર્સ-સ્કેમર્સના નિશાને હોય છે આવા ફોન

શું તમારા સ્માર્ટફોનની મુદત પૂરી થઈ ગઈ છે ? જ્યારે કોઈ ફોન સોફ્ટવેર અને સુરક્ષા અપડેટ્સ મેળવવાનું બંધ કરે છે, ત્યારે તેની સુરક્ષા નબળી પડી જાય છે, જેના કારણે સ્કેમર્સ અને હેકર્સ માટે તમારા મોબાઈલના ડેટા અને રૂપિયાને નિશાન બનાવવાનું સરળ બને છે. ચાલો તમને જણાવીએ કે તમે તમારા મોબાઈલને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો.

તમારો ફોન Expire Date વાળો તો નથી ને ? હેકર્સ-સ્કેમર્સના નિશાને હોય છે આવા ફોન
| Edited By: | Updated on: Feb 20, 2026 | 1:38 PM

શું તમારા ફોનની મુદત પૂરી થઈ ગઈ છે ? આ સવાલ જો કોઈ મોબાઈલ ધારકને પુછ્યો હોય તો તે ચોક્કસ ના કહે. કારણ કે, મોટાભાગના લોકો એ જાણતા નથી કે, મોબાઈલની દુનિયામાં પણ મોબાઈલ માટેની એક પ્રકારે Expire Date હોય છે. જો તમારો ફોન Expire Date વાળો હોય તો સ્કેમર્સ અને હેકર્સ તમારા સ્માર્ટ ફોનની નબળી સુરક્ષાનો દુરપયોગ કરી શકે છે. “એક્સપાયર” શબ્દ વાંચ્યા પછી, ઘણા લોકો વિચારી રહ્યા હશે કે, શું ફોન તો ક્યારેય એક્સપાયર થાય ખરા. પરંતુ તેનો જવાબ હા છે. સ્કેમર્સ, કે જેને હેકર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ મુખ્યત્વે એવા સ્માર્ટફોનને નિશાન બનાવે છે, જે મોબાઈલની દુનિયા માટે એક્સપાયર થઈ ગયા હોય. આજે, અમે તમને જણાવીશું કે સ્માર્ટફોન એક્સપાયર થવાનો અર્થ શું છે અને હેકર્સથી ફોનમાં સંગ્રહિત મહત્વપૂર્ણ ડેટા અને નાણાંને કેવી રીતે સુરક્ષિત રાખવા.

“સ્માર્ટફોન એક્સપાયર” નો અર્થ શું છે?

અહીં, સ્માર્ટફોન એક્સપાયર થવાનો અર્થ એ છે કે જ્યારે મોબાઈલ બનાવનાર કંપની, તમારા મોબાઇલ ફોનને સોફ્ટવેર અને સુરક્ષાને લગતુ અપડેટ્સ આપવાનું બંધ કરે ત્યારે તેને મોબાઈલની દુનિયામાં Expire Date વાળો ફોન કહેવાય. મોબાઈલ જ્યારે પણ લોન્ચ થાય ત્યારે, કંપની જણાવે છે કે, જે તે મોડલના ફોન ધારક ગ્રાહકોને પાંચ કે સાત વર્ષના સમયગાળા માટે, સોફ્ટવેર અને સુરક્ષાને લગતા અપડેટ્સ પ્રાપ્ત થશે. નક્કી કરેલા સમયગાળા બાદ, મોબાઈલ ઉત્પાદક કંપની તરફથી મોબાઈલ ધારકને સોફ્ટવેર અને સુરક્ષાને લગતુ અપડેટ્સ મળતુ બંધ થઈ જાય છે, ત્યારે સુરક્ષા અપડેટ્સના અભાવે ફોનની સુરક્ષા સંવેદનશીલ બની જાય છે. અને આવા ફોનને હોકર્સ કે સ્કેમર્સ સરળતાથી નિશાન બનાવી શકે છે.

મોબાઈલની નબળી સુરક્ષા હોવાને કારણે, હેકર્સ-સ્કેમર્સ દ્વારા સરળતાથી મોબાઈલ હેક કરી શકે છે અને તેઓ તમારા મોબાઇલ ફોનનો દૂર બેઠા બેઠા કબજે કરે છે. એકવાર તમારા મોબાઈલને એક્સેસ કર્યા પછી, તેઓ તમારા ફોન પરના OTP અને મહત્વની ફાઇલો અને એપ્લિકેશન્સમાં સરળતાથી પ્રવેશ મેળવે છે, જે સંભવિત રીતે તમને મોટુ નુકસાન પહોંચાડી શકે છે.

તમારા મોબાઈલને કેવી રીતે સુરક્ષિત રાખવો

જો તમે તમારા ફોનના મહત્વપૂર્ણ ડેટા અને પૈસાને હેકર્સથી બચાવવા માંગતા હો, તો મોબાઈલ ઉત્પાદક કંપની તરફથી, સોફ્ટવેર અને સુરક્ષાને લગતુ અપડેટ્સ મળવાનુ બંધ થાય ત્યારે, જો શક્ય હોય તો તમારે તમારો ફોન બદલવો જોઈએ, કારણ કે ટેકનિકલ ભાષામાં તમારા ફોનને ક્સપાયર કહેવામાં આવે. કારણ કે, તેમા મોબાઈલ કંપની દ્વારા અપાયેલ સુરક્ષા અપડેટ્સ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જે જળવાતી નથી પરિણામે આવા ફોન હોકર્સ અને સ્કેમર્સના સૌથી પહેલા નિશાને આવતા હોય છે.

What is data center : ડેટા સેન્ટર શું છે ? અદાણી જેવા ઉદ્યોગપતિઓ તેમાં અબજો રૂપિયાનું રોકાણ કેમ કરી રહ્યા છે ?