WhatsApp યૂઝ કરવા માટે હવે તમને મોબાઇલ નંબરની જરૂર નથી, વર્ચ્યુઅલ નંબર મેળવીને કરી શકો છો લોગીન

|

Aug 11, 2021 | 3:07 PM

તમે વર્ચ્યુઅલ નંબરની સાથે પણ WhatsApp ને રેગ્યુલર રીતે વાપરી શકો છો. આ નંબર મેળવવા માટે તમે કેટલીક વેબસાઇટ્સની મદદ પણ લઇ શકો છો. ઇન્ટરનેટ પર કેટલીક એવી સાઇટ્સ છે જે યૂઝર્સને વર્ચ્યુઅલ નંબર પ્રોવાઇડ કરે છે.

WhatsApp યૂઝ કરવા માટે હવે તમને મોબાઇલ નંબરની જરૂર નથી, વર્ચ્યુઅલ નંબર મેળવીને કરી શકો છો લોગીન
You no longer need a mobile number to use WhatsApp

Follow us on

પોપ્યુલર મેસેજીંગ એપ WhatsApp નો ઉપયોગ તો સૌ કોઇ કરે છે. કોઇ ફોટો કે વીડિયો મોકલવો હોય, કોલ કરવો હોય, વીડિયો કોલ કરવો હોય કે ઓડિયો મેસેજ મોકલવો હોય લોકોને સૌથી પહેલા વોટ્સએપ જ યાદ આવે છે. વોટ્સએપ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાને કારણે યૂઝર્સની પ્રાઇવસી પણ જળવાયેલી રહે છે. જો તમે સેફ્ટીને લઇને તમારો મોબાઇલ નંબર યૂઝ કર્યા વગર પણ વોટ્સએપ વાપરવા માંગતા હોવ તો તે સંભવ છે.

 

WhatsApp યૂઝ કરવા માટે ફોન નંબર આપવો જરૂરી હોય છે તેના માટે મોબાઇલ અથવા લેન્ડલાઇન નંબરનો પણ ઉપયોગ કરી શકાય છે પરંતુ હાલના સમયમાં ઓછા લોકો લેન્ડલાઇન રાખે છે. તો તમે હવે વોટ્સએપ વાપરવા માટે વર્ચ્યુઅલ નંબરની મદદ લઇ શકો છો. વર્ચ્યુઅલ નંબરને તમે સરળતાથી ઇન્ટરનેટ મારફતે મેળવી શકો છો. આ નંબર તમારા વોટ્સએપ સાઇન ઇનમાં મદદ કરશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

તમે વર્ચ્યુઅલ નંબરની સાથે પણ WhatsApp ને રેગ્યુલર રીતે વાપરી શકો છો. આ નંબર મેળવવા માટે તમે કેટલીક વેબસાઇટ્સની મદદ પણ લઇ શકો છો. ઇન્ટરનેટ પર કેટલીક એવી સાઇટ્સ છે જે યૂઝર્સને વર્ચ્યુઅલ નંબર પ્રોવાઇડ કરે છે. મહત્વની વાત છે કે આ નંબરને મેળવવા માટે તમારે પૈસા ખર્ચવાની પણ જરૂર રહેતી નથી. વર્ચ્યુઅલ નંબર લેવા માટે તમે TextNow એપનો પણ ઉપયોગ કરી શકો છો. એ તમને કેનેડા અને અમેરીકાના નંબર ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે.

 

આ રીતે મેળવો વર્ચ્યુઅલ નંબર

1. નંબર મેળવવા માટે સૌથી પહેલા તમારે TextNow એપ ડાઉનલોડ કરવી પડશે.
2. હવે એપને ઓપન કરીને સાઇન ઇન કરો.
3. હવે એપમાં રહેલા કેટલાક નંબરોમાંથી કોઇ પણ એક નંબર પસંદ કરો.
4. હવે તમે વોટ્સએપ ઓપન કરીને આ નવા નંબર પરથી એકાઉન્ટ લોગીન કરો.
5. લોગીન કરતી વખતે તમને કન્ટ્રી કોડ પુછવામાં આવશે ત્યારે તમે જે કન્ટ્રીનો નંબર પસંદ કર્યો હોય તેનો કોડ નાખો.
6. હવે તમને ઓટીપીની જરૂર પડશે અને આ ઓટીપી તમને એપમાં મળી જશે.

 

આ પણ વાંચો – Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન

આ પણ વાંચો – Surat : નવા બનનારા પાંચ ફાયર સ્ટેશન માટે 555 વધારાના સ્ટાફની ફાયર વિભાગ દ્વારા માંગણી

Next Article