ઇન્સ્ટાગ્રામ (Instagram) હવે તેના યૂઝર્સને બર્થડે એન્ટર કરવા માટે પ્રોમ્પ્ટ બતાવી રહ્યુ છે. જો તમારી પાસે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અને તમે તમારી બર્થ ડેટ તેની સાથે શેયર નથી કરી તો તમારે એપના માધ્યમથી જન્મદિવસની જાણકારી આપવા માટે સંકેત આપવામાં આવશે. દર વખતે જ્યારે પણ તમે એપ ખોલશો ત્યારે તમને સંકેત આપવાનું શરૂ કરી દેશે.
થોડા સમય બાદ ફેસબુક (Facebook)ના સ્વામિત્વ વાળું એપ યૂઝર્સને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરવા દેવા માટે પોતાની જન્મ તારીખ પ્રદાન કરવુ અનિવાર્ય થઇ જશે. જેનાથી ઇન્સ્ટાગ્રામને યૂઝર્સની ઉંમર નક્કી કરવામાં અને તેને પોતાની ઉંમર પ્રમાણેનું કન્ટેન્ટ બતાવવામાં મદદ મળશે.
ફીચર વિશે વાત કરતા ઇન્સ્ટાગ્રામ યૂથ પ્રોડક્ટ્સના વીપી પાવની દિવાનજીએ જણાવ્યુ કે, અમે એ સ્પષ્ટ કરી દીધુ છે કે અમે પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત બનાવવા માંગીએ છીએ. અમે યુવાનોને એક સારો અનુભવ આપવા માંગીએ છીએ જેના માટે અમને ઇન્સ્ટાગ્રામ પર હાજર તમામ યૂઝર્સની બર્થ જાણકારી જોઇશે. તેવામાં હવે અમે તેમની પાસે આ વિશેની જાણકારી લેવાનું શરૂ કરી દીધુ છે.
તેમણે વધુમાં કહ્યુ કે, આની શરૂઆત અમે કેટલાક વર્ષો પહેલા જ કરી દીધી હતી. અમારી પાસે મોટાભાગના લોકોના જન્મની માહિતી છે. તેવામાં વધુ ક્લિયર પિક્ચર મેળવવા માટે અમે તેમાં કેટલાક બદલાવ કરવા જઇ રહ્યા છીએ. આ બદલાવ એ જ લોકો માટે છે જેમણે પોતાની બર્થ ડેટની જાણકારી અમને નથી આપી.
દીવાનજીએ પોતાના બ્લોગમાં જણાવ્યુ કે, યૂઝર્સ અમને જે પણ જાણકારી આપશે તેની મદદથી અમે પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયત્નો કરીશું. ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સની ઉંમર પ્રમાણે યોગ્ય કન્ટેન્ટ લઇને આવશે. તેવામાં જ્યારે તમે તમારુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરશો તો તમને ઘણી બધી જાણકારીઓ આપવા જણાવાશે. આ નોટીફિકેશ એ લોકો માટે હશે જેમણે પોતાની ઉંમર છુપાવીને રાખી હશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –