Uber on WhatsApp : હવે તમે WhatsApp ની મદદથી પણ બુક કરી શક્શો કેબ, જાણો કેવી રીતે

|

Dec 03, 2021 | 10:10 AM

Book an Uber ride on WhatsApp : Uber છેલ્લા આઠ વર્ષથી ભારતમાં કાર્યરત છે અને તે 70 શહેરોમાં ઉપલબ્ધ છે. ભારતીયો ટૂંક સમયમાં એપ ખોલ્યા વિના પણ વોટ્સએપની મદદથી કેબ બુક કરી શક્શે

Uber on WhatsApp : હવે તમે WhatsApp ની મદદથી પણ બુક કરી શક્શો કેબ, જાણો કેવી રીતે

Follow us on

રાઇડ-હેલિંગ કંપની Uber ટૂંક સમયમાં ભારતમાં વપરાશકર્તાઓને WhatsApp દ્વારા કેબ બુક કરવાની સુવિધા આપશે (Book cab rides using WhatsApp). કંપનીએ જાહેરાત કરી કે આ અઠવાડિયાથી, તે એક નવી સેવા શરૂ કરી રહી છે જે વપરાશકર્તાઓને ઉબેર વોટ્સએપ ચેટબોટ દ્વારા ઉબેર રાઈડ બુક કરવાનો વિકલ્પ આપશે. Uber છેલ્લા આઠ વર્ષથી ભારતમાં કાર્યરત છે અને તે 70 શહેરોમાં ઉપલબ્ધ છે. ભારતીયો ટૂંક સમયમાં એપ ખોલ્યા વિના પણ વોટ્સએપની મદદથી કેબ બુક કરી શક્શે, ચાલો તમે તે કેવી રીતે કરી શક્શો તેના પર એક નજર કરીએ.

રાઇડર્સે હવે Uber એપને ડાઉનલોડ કે ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. યુઝર રજીસ્ટ્રેશન, રાઈડ બુક કરવા અને ટ્રીપની રસીદ મેળવવાથી લઈને બધું જ WhatsApp ચેટ ઈન્ટરફેસમાં મેનેજ કરવામાં આવશે.

કઇ રીતે કેબ બુક કરવી ?

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

1. સૌથી પહેલા WhatsApp ઓપન કરો.
2. +91 792000002 આ નંબર પર “Hi” લખીને મેસેજ કરો.
3. ચેટબોક્સમાં હવે તમારે pickup અને drop-off લોકેશન નાખવી પડશે.
4. હવે તમને ભાડા વિશેની માહિતી અને ડ્રાઇવરને તમારા સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે તેની માહિતી આપવામાં આવશે.

ઉબરે આ સુવિધાની જાહેરાત કરતા સમયે જણાવ્યુ કે રાઇડર્સને તે જ સુરક્ષા સુવિધાઓ અને વીમા સુરક્ષા મળશે જે ઉબેર એપ્લિકેશન દ્વારા સીધી ટ્રિપ બુક કરનારને મળે છે.

કંપનીએ જણાવ્યું હતું કે તે શરૂઆતમાં આ સુવિધાને લખનૌમાં લોન્ચ કરાશે, નવી દિલ્હી તે પછીનું સ્થાન હશે જ્યાં વપરાશકર્તાઓ WhatsApp પરથી કેબ બુક કરી શકશે. કંપની આવતા વર્ષ સુધીમાં સમગ્ર ભારતમાં આ સુવિધા રજૂ કરશે. હાલમાં આ સુવિધા ફક્ત અંગ્રેજી ભાષામાં જ લોન્ચ કરવામાં આવી છે પરંતુ ટૂંક જ સમયમાં આ સુવિધાને ભારતની અન્ય લોકલ ભાષાઓમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો –

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીએ પિયરીયાનું એક ગ્રુપ બનાવ્યું તું, જ્યારે કોઈ તકલીફ પડે તો ત્યાં મેસેજ મૂકતી ! 🥺😰

આ પણ વાંચો –

IPL 2022 Auction: KKR ની નજર કેપ્ટન અને ઓપનરની શોધમાં, આ 5 ખેલાડીઓ બનશે કોલકાતાના નાઇટ રાઇડર્સ

આ પણ વાંચો – 

Shani Amavasya 2021: શનિશ્ચરી અમાવસ્યાએ સાડા સાતી પનોતી અને ઢૈયાના કષ્ટોથી મળશે મુક્તિ, આ રીતે કરો શનિદેવની પૂજા

Published On - 9:56 am, Fri, 3 December 21

Next Article