ટેક્નોલોજીની દુનિયામાં લોકો ઘણો વિકાસ કરી રહ્યા છે. તેમાંથી એપલ (Apple) કંપનીનું નામ ખૂબ જ ખાસ છે. પોતાના ખાસ ઉત્પાદનોના કારણે કંપનીએ મોબાઈલ, કોમ્પ્યુટર સંબંધિત ટેકના માર્કેટમાં ઘણું નામ કમાવ્યું છે. કંપનીનું નામ જેટલું યુનિક છે, તેટલો જ તેનો લોગો (Apple logo) વધુ યુનિક છે. જો તમે ક્યારેય એપલ કંપનીનો લોગો જોયો હોય તો તમે જાણતા જ હશો કે તે એક સફરજન છે જે અડધું ખાધેલું છે. પરંતુ શા માટે? ચાલો તમને જણાવીએ કે આનું કારણ શું છે.
હંમેશા લોગો જે હોય છે તે સંપૂર્ણ દેખાતા હોય છે, જેથી તેમની સુંદરતા અને કંપનીનું નામ ફેમસ થઈ જાય, પરંતુ એપલનો લોગો અધુરો રહીને પણ ખાસ બની ગયો છે. વર્ષ 1976માં જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવી ત્યારે તેનો લોગો (Apple logo evolution) આવો ન હતો.
એ સમયે આઈઝેક ન્યૂટનનો લોગો બનાવવામાં આવ્યો હતો અને તેની ઉપર એક સફરજન લટકતું હતું. પરંતુ વર્ષ 1977માં કંપનીના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે (Steve Jobs) નવો લોગો ડિઝાઈન કરવાની જવાબદારી રોબ જાનોફ (Rob Janoff) નામના ગ્રાફિક ડિઝાઈનરને આપી. તેણે ખાધેલા સફરજનનો લોગો ડિઝાઈન કર્યો, જે મેઘધનુષ્યના રંગમાં હતો.
CodesGesture નામની વેબસાઈટ અનુસાર રોબે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે લોગોને શા માટે ખાધેલો હોય તેવો બનાવ્યો. તેણે કહ્યું હતું કે સફરજન કાપવાનું કારણ એ હતું કે લોકો સરળતાથી સમજી શકે કે તે સફરજન છે ચેરી કે ટામેટા નથી. તેણે બીજું કારણ આપ્યું કે તે ઈચ્છે છે કે લોકો સમજે કે તે સફરજનમાંથી એક બાઈટ લઈ રહ્યા છે. પરંતુ તે દરમિયાન એક થિયરી પણ બનાવવામાં આવી હતી કે એપલની બાઈટ પણ કોમ્પ્યુટરની બાઈટ સાથે જોડીને જોવામાં આવી રહી હતી.
આપને જણાવી દઈએ કે એપલનો પહેલો એપલ લોગો રેઈન્બો કલરનો હતો. તેનું કારણ એ હતું કે સ્ટીવ જોબ્સ ઇચ્છતા હતા કે કંપનીને માનવીય દૃષ્ટિકોણથી પણ જોવામાં આવે. જાનોફે એ પણ કહ્યું હતું કે તેણે આ લોગોમાં વિબગ્યોરના ક્રમમાં રંગો નથી નાખ્યા. પાન ટોચ પર હતું, તેથી લીલો રંગ ટોચ પર રાખવામાં આવ્યો હતો. તે પછી, એપલના લોગોનો રંગ 1998થી અત્યાર સુધી એક જ રંગમાં રાખવામાં આવ્યો હતો. ક્યારેક સાવ વાદળી, ક્યારેક ગ્રે તો ક્યારેક ચમકતો ગ્રે થઈ ગયો. હવે એપલના લોગોનો રંગ કાળો છે.
આ પણ વાંચો: Aeroponic Potato Farming: આ ટેક્નોલોજીથી હવામાં થાય છે બટાટાની ખેતી, 10 ગણું વધુ મળે છે ઉત્પાદન
આ પણ વાંચો: Tech News: આ લિંક્સ પર ક્લિક કર્યું તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ, SBI એ આપ્યું એલર્ટ